જૂન મહિનામાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત 20 જૂનથી થશે. આ શ્રેણી પહેલા આઇપીએલમાંથી બહાર થતાંની સાથે ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે એક મોટો નિર્ણય લીધો છે અને ઇંગ્લેન્ડમાં એક વોર્મ-અપ મેચ રમવાનો નિર્ણય લીધો છે. તે 6 જૂનથી ઇંગ્લેન્ડ લાયન્સ સામે ઇન્ડિયા એ માટે બીજી વોર્મ-અપ મેચ રમતો જોવા મળશે.રાહુલે આ ટેસ્ટ શ્રેણીમાં પસંદગી પામેલા 18 સભ્યો માંથી એક છે.
ઈંગ્લેન્ડ જશે રાહુલ
મીડિયા તરફથી મળતા અહેવાલ મુજબ KL રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોડાવા માટે સોમવારે ઈંગ્લેન્ડ જશે અને ભારત A ટીમ સાથે બીજી પ્રેક્ટિસ મેચ રમશે. KL રાહુલ સિનિયર પુરુષ ટીમમાં પસંદગી પામેલ છે જે શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચ રમશે, પ્રેક્ટિસ મેચ રમવાથી ઈંગ્લેન્ડના વાતાવરણમાં અનુકૂળ થવામાં તેને મદદ મળશે.
ઓસ્ટ્રેલિયામાં રાહુલ ચમક્યો
આઈપીએલ 2025 માં પણ KL રાહુલનું શાનદાર પ્રદર્શન એક અનોખા સેલિબ્રેશન સાથે જોવા મળ્યું હતું. રાહુલ ગત નવેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ રહ્યો હતો. KL રાહુલે ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટમાં 30.66 ની સરેરાશથી 255 રન બનાવ્યા, જેમાં બે અર્ધશતકનો પણ સમાવેશ થાય છે. તેણે પર્થ ટેસ્ટમાં 77 રનની શાનદાર ઇનિંગ રમીને તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસને સફળ બનાવ્યો હતો.
આ રાહુલનો ટેસ્ટ રેકોર્ડ છે
KL રાહુલની ટેસ્ટ યાત્રા એકંદરે સફળ રહી છે અત્યાર સુધી ભારત માટે 58 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેણે 33.57 ની સરેરાશથી 3,257 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 199 છે. ટેસ્ટ મેચોની આ સફર દરમિયાન KL રાહુલે 8 સદી અને 17 અર્ધશતક લગાવ્યા છે. મે મહિનામાં ટેસ્ટ ફોર્મેટમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના નિવૃત્તિ પછી રાહુલ ઇંગ્લેન્ડમાં સિનિયર બેટ્સમેનોમાંનો એક હશે.


