- ભારતીય મૂળની લેખિકાના ફ્રાંસે નાઈટહૂડથી સન્માન કર્યું
- પૂજા નેન્સી અને એક બીજા લેખક ઈવાન હેંગને એવોર્ડ આપ્યો
- ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સન્માનિત કરાયા
ભારતીય મૂળની લેખિકા પૂજા નેન્સી અને અન્ય વ્યક્તિ ઈવાન હેંગને સિંગાપોર અને ફ્રાન્સ વચ્ચે સાંસ્કૃતિક સહયોગમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નાઈટ્સ ઑફ ધ ઓર્ડર ઑફ આર્ટસ એન્ડ લેટર્સથી નવાજવામાં આવ્યા છે.સિંગાપોરમાં ફ્રેન્ચ રાજદૂત મિન્હ-ડી તાંગે ગુરુવારે સાંજે સિંગાપોરના મંત્રી એડવિન ટોંગની હાજરીમાં નેન્સી અને હેંગને એવોર્ડ અર્પણ કર્યો હતો. શેવેલિયર ડે લ’ઓર્ડે ડેસ આર્ટસ એટ ડેસ લેટર્સ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ) એ ફ્રેન્ચ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સ્થાપિત સર્વોચ્ચ એવોર્ડ છે.
આ એવોર્ડ કોને આપવામાં આવે છે?
તે એવા લોકોને આપવામાં આવે છે જેમણે કલા, સાહિત્ય અથવા આ ક્ષેત્રોના પ્રચારમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. સિંગાપોરમાં ફ્રેન્ચ એમ્બેસીએ ગુરુવારે જણાવ્યું હતું કે નેન્સી અને હેંગને શેવેલિયર્સ ડી લ’ઓર્ડે ડેસ આર્ટસ એટ ડેસ લેટ્રેસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નેન્સી સિંગાપોર રાઈટર્સ ફેસ્ટિવલની ભૂતપૂર્વ ડિરેક્ટર હતી. દૂતાવાસે કહ્યું, ‘ફ્રેન્ચ સાહિત્ય પ્રત્યેના તેમના સમર્પણથી સિંગાપોર અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો ખૂબ મજબૂત થયા છે.


