કુલદીપ યાદવનુ ક્રિકેટ કરિયર એક સમય એવો આવ્યો હતો જ્યારે તેને લગભગ સમાપ્ત માનવામાં આવતો હતો. ટીમ ઈન્ડિયા સાથે સાથે તેને આઈપીએલમાં પણ તક મળતી નહોતી. પરંતુ બર્થડે બોય કુલદીપે હાર માની નહીં અને ટી20 વર્લ્ડ કપ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ક્યાં જન્મ થયો?
કુલદીપ યાદવનો જન્મ 14 ડિસેમ્બર 1994માં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયો હતો. કુલદીપે ઘણા સંઘર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી લીધી છે.
કુલદીપની નેટવર્થ
નાના પરિવારથી આવનાર કુલદીપ યાદવ આજે કરોડોના માલિક છે. તેમની પાસે શાનદાર ઘર અને અનેક લગ્ઝરી કાર્સનુ કલેક્શન છે. કુલદીપની નેટવર્થની જો વાત કરીએ તો તે આશરે 35 કરોડની છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કુલદીપ યાદવ બીસીસીઆઇના ગ્રેડ બી કોન્ટ્રેક્ટ લિસ્ટમાં સામેલ છે. તે વર્ષે 3 કરોડ રૂપિયા કમાય છે. મેચ ફીઝ અલગથી લે છે.બીસીસીઆના એક ટેસ્ટના કુલદીપ યાદવ 15 લાખ, એક વનડે માટે 6 લાખ અને એક ટી20 માટે 3 લાખ રૂપિયા લે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કુલદીપ યાદવ પાસે ફોર્ટ ઇકોસ્પોર્ટસ, ઓડી એ6 જેવી લગ્ઝરી કાર્સ છે. આ સિવાય કુલદીપની પાસે કાનપુરમાં આલીશાન ઘર પણ છે.
ફેમીલી
કુલદીપ યાદવના પિતા ઇંટોનો ભટ્ટો ચલાવતા હતા. તેમની માતાનુ નામ ઉષા યાદવ છે. કુલદીપ યાદની ત્રણ સિસ્ટર છે. જેનું નામ અનુષ્કા, મધુ અને અનિતા યાદવ છે.ક્રિકેટર કુલદીપ યાદવે પોતાની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા.
ક્રિકેટથી નિરાશ થયા હતા
કુલદીપ યાદવ ઉત્તર પ્રદેશની અંડર 15 ટીમમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યા હતા ત્યાર બાદ તેમણે ક્રિકેટ છોડવાનો નિર્ણય પણ લીધો હતો. જોકે વર્ષ 2014માં કુલદીપની પસંદગી ઉત્તર પ્રદેશના અંડર 19માં થઇ ત્યાર બાદ 22 ઓક્ટોબર 2014 તેમણે પોતાનુ જોરદાર પ્રદર્શન આપ્યુ.
કુલદીપ યાદવે 2014માં અંડર 19 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર બનીને ઉત્તરપ્રદેશનુ નામ રોશન કર્યુ હતુ. કુલદીપ યાદવે 25 માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ટેસ્ટ ડેબ્યુ કર્યુ. આ મેચમાં કુલદીપે 71 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ટેસ્ટ મેચમાં ડેબ્યુના ત્રણ મહિના બાદ જ કુલદીપ યાદવે 23 જૂન 2017માં વનડે મેચમાં ડેબ્યુ કર્યુ હતુ. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પહેલી મેચમાં તેમને તક મળી હતી.
એક ઓવરે બધું બદલી નાખ્યું
આઈપીએલ 2019માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતાં કુલદીપ યાદવની એવી ધોલાઈ થઈ કે તેઓ મેદાન પર જ ભાવુક થઈ ગયા હતા. સિઝનની 35મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઇનિંગ્સના 16મા ઓવરમાં મોઇન અલીએ કુલદીપ સામે બે ચોગ્ગા અને ત્રણ છક્કા ફટકાર્યા. ભલે ઓવરની છેલ્લી બોલ પર કુલદીપે મોઇનનો વિકેટ લઈ લીધો હતો, પરંતુ ત્યારબાદ તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા.
અહીંથી કુલદીપ યાદવ માટે ખરાબ સમયની શરૂઆત થઈ. વર્ષ 2019માં તેમને વનડે ફોર્મેટમાં પૂરતી તકો મળી, પરંતુ તેઓ પોતાના પ્રદર્શનથી ફેન્સને ખાસ પ્રભાવિત કરી શક્યા નહીં. ટી20 ક્રિકેટમાં આ મેચ બાદ તેમને વધારે તકો મળતી રહી નહીં. એપ્રિલમાં રમાયેલી તે આઈપીએલ મેચ પછી, તે વર્ષમાં કુલદીપને ફક્ત એક જ ટી20 મેચ રમવાની તક મળી. વર્ષ 2020 કોરોના મહામારીને કારણે બગડી ગયું, જેમાં કુલદીપ માત્ર બે મેચોમાં જ ઉતરી શક્યા. વર્ષ 2021 અને 2022માં પણ તેમને આ ફોર્મેટમાં માત્ર બે-બે મેચમાં જ તક મળી. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, 2019થી 2022 વચ્ચે આ બોલરને ફક્ત ત્રણ મેચની પ્લેઇંગ ઇલેવનમાં જ સ્થાન મળ્યું. આઈપીએલ 2022ની હરાજીમાં તેઓ માત્ર બે કરોડ રૂપિયામાં વેચાયા હતા.
આ પણ વાંચોઃ ધર્મશાળામાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T-20, જાણો હવામાન કેવું રહેશે?


