- કચ્છની અલગ અલગ શાળના 11 જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેર હાજર
- 4 શિક્ષકો વિદેશ પ્રવાસ ગયા હોવાની માહિતી
- શિરવા ગામના 1 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ
સમગ્ર રાજ્યમાં ભૂતિયા શિક્ષકોના મુદ્દાએ જોર પકડ્યુ છે. ત્યારે કચ્છ જિલ્લામાં બે વર્ષ જેટલા સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન 11 જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેર હાજર હોવાનું સામે આવતા જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે.
કચ્છની અલગ-અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમિત
જેમાં કચ્છની અલગ-અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવ્યુ છે. જેમાં 4 શિક્ષકો વિદેશ પ્રવાસ ગયા હોય તે મુદ્દે તમામને નોટીસ ફટકારવામાં આવી છે. આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ.વાઘેલાએ જણાવ્યુ હતુ કે કચ્છની અલગ-અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમિત છે, જેમને અગાઉ નોટીસ ફટકારવામાં આવી છે.
શિરવા ગામના 1 શિક્ષકને લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા
2 વર્ષથી આ શિક્ષકો નિયમિત પોતાની ફરજ બજાવતા નથી, જેથી નોટીસ ફટકારવામાં આવી છે અને તેમ છતાં તેઓ નિયમિત નહીં થાય તો વધુ કાર્યવાહી કરાશે. આ તમામ વચ્ચે શિરવા ગામના 1 શિક્ષકને લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કચ્છની વિવિધ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના નામ
- રોનક મુકેશ પટેલ,ખારોડ,ભુજ
- દિપીકા હરગોવન રાઠોડ,દેઢીયા,ભુજ
- કાજલ મુકેશ પ્રભાકર,નાના સરાડા,ભુજ
- અંકિતા પ્રતાપ ચૌધરી, ધોબ્રાણા,ભુજ
- જાનકી માના રત્નુ,મોરાવાંઢ,ભુજ
- પીંકી રમણલાલ બ્રહ્મભટ્ટ,રેઢારવાંઢ,ભુજ
- કિમલ રમેશ પટેલ.ઇન્દીરા નગર,ગાંધીધામ
- પુનમ.એ.દેસાઇ નખત્રાણા,નેત્રા
- ભુમિકા પ્રવિણ પટેલ,હિરાપર,અંજાર
- હેતલ ગોસ્વામી,ગાંધીધામ
- પટેલ ચારૂલ,રાપર
- શેખ અસ્કિના ,રાપર
શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી
જે પૈકી દિપીકા રાઠોડ નામના શિક્ષકે રાજીનામુ આપ્યુ હોવાનું સામે આવ્યુ છે તો અંકિતા ચૌધરી, હેતલ ગોસ્વામી, ચારૂલ પટેલ, શેખ અસ્કિનાને વિદેશ જવા મામલે નોટીસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.