- મનપાએ લંડન યાર્ડ પિત્ઝા શોપનું લાયસન્સ કર્યું રદ
- અનહાઈજેનિક સ્થિતિના કારણે લેવાયો નિર્ણય
- ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ લાયસન્સ રદ
ગાંધીનગરમાં અનહાઈજેનિક પિત્ઝા આઉટલેટનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. જેમાં મનપાએ લંડન યાર્ડ પિત્ઝાનું લાયસન્સ રદ કર્યું છે. અનહાઈજેનિક સ્થિતિના કારણે નિર્ણય લેવાયો છે. ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. અનહાઈજીનિક સ્થિતિના કારણે પિત્ઝા આઉટલેટનું લાઈસન્સ રદ્દ થયુ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ લંડન યાર્ડ પિત્ઝાનું લાઈસન્સ રદ્દ કર્યું
ગાંધીનગર મહાનગરપાલિકાએ લંડન યાર્ડ પિત્ઝાનું લાઈસન્સ રદ્દ કર્યું છે. રસોડામાં ગંદકી તથા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની નિયમોના ઉલ્લંઘન બદલ અગાઉ પાઠવી નોટિસ હતી. ગત જુલાઈમાં તપાસ કરવામાં આવી હતી. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ન્યુ રાણિપમાં આવેલ S.R. એન્ટરપ્રાઈઝ (રીયલ પેપરિકા) અને વસ્ત્રાલમાં આવેલ શ્રી કપિસ એન્ટરપ્રાઈઝ (બ્રિટિશ પીઝા)ને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમની પાસેથી કુલ રૂ.25,000નો દંડ વસૂલ કરાયો હતો.
લાયસન્સ વિના ખાદ્ય ચીજવસ્તુઓનો ધંધો કરતા એકમો સીલ કરાશે
ન્યુ રાણિપમાં દુકાન નં-1, આર્યમાન ફ્લેટ, આર્યવિલા સામે આવેલ રિયલ પેપરિકામાં પીરસાયેલા બર્ગરમાંથી ઈયળ નીકળતાં ગ્રાહકે કરેલી ફરિયાદને આધારે S.R.એન્ટરપ્રાઈઝ (રીયલ પેપરિકા)માંથી બર્ગરના બે સેમ્પલ લેવામાં આવ્યા છે અને રૂ.10,000નો દંડ વસૂલ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે વસ્ત્રાલમાં સત્વ માંગલ્ય કોમ્પ્લેક્સ, SP રિંગ રોડ પરના શ્રી કપિસ એન્ટરપ્રાઈઝ (બ્રિટિશ પિઝા)માં પીરસવામાં આવેલ સિંગ સલાડમાંથી ઈયળ નીકળવા અંગેની ફરિયાદને આધારે બ્રિટિશ પિત્ઝામાંથી સીંગ સલાડના બે સેમ્પલ લેવામાં આવ્યા છે અને રૂ.15,000નો દંડ વસૂલ કરીને તેને નોટિસ ફટકારવામાં આવી હતી. આ બંન્ને એકમોમાંથી લેવામાં આવેલા સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં શહેરના હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના એકમોમાં સઘન ચેકિંગ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવશે અને રજિસ્ટ્રેશન, લાયસન્સ વિના ખાદ્ય ચીજવસ્તુઓનો ધંધો કરતા એકમો સીલ કરાશે.