- એન્ટાર્કટિકાના રેગિસ્તાનમાંથી મળી વનસ્પતિ
- સિંટ્રિચિયા કૈનિનેર્વિસ ગમે તે સ્થિતિમાં મળી રહે છે
- ઓક્સીજનનું લેવલ જાળવી રાખવામાં મળશે મદદ
મંગળ પર શ્વાસ લેવાનું શક્ય છે, તો તેનો જવાબ છે હા. ભવિષ્યમાં લાલ ગ્રહ મંગળ વ્યક્તિને રહેવા લાયક બની શકે છે. અહીં શ્વાસ લેવાનું શક્ય બની શકે છે. આ ખુલાસો એક સ્ટડીમાં થયો છે. જેનો આધાર એક ખાસ ચીજ છે જે વૈજ્ઞાનિકોને મળી છે. આ ચીજ એક પ્રકારની વનસ્પતિ છે જે મંગળ ગ્રહ પર જીવિત રહી શકે છે. તે એન્ટાર્કટિકાના રેગિસ્તાનમાંથી મળી આવી છે. તો જાણો શું છે આ વનસ્પતિની ક્ષમતા.
શું નામ છે આ વનસ્પતિનું
વિશેષજ્ઞોનું માનવું છે કે આ સિંટ્રિચિયા કૈનિનેર્વિસ નામની વનસ્પતિમાં લાલ ગ્રહની મુશ્કેલ સ્થિતિમાં જીવિત રહેવાની ક્ષમતા છે. આ વનસ્પતિ કઠોર સ્થિતિમાં પણ મળી શકે છે. રણ હોય કે બરફ તે સરળતાથી મળી રહે છે. જો કે આ વનસ્પતિ ખાવા યોગ્ય નથી પરંતુ તે હવા અને પાણીને માટે ઓક્સીજન જન્માવનારું હોઈ શકે છે. તેની મદદથી લાલ ગ્રહ પર જીવનની ઉત્પત્તિ શક્ય છે. તેનાથી લાલ ગ્રહને વ્યક્તિને વસવા લાયક બનાવી શકાય છે.
વનસ્પતિને મંગળ-ચંદ્રમા પર લઈ જવાની યોજના
ચીનના અંતરિક્ષ વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા રિસર્ચના પરિણામો પણ સામે આવ્યા છે. તેમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે -80 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તે લગભગ 5 વર્ષ અને -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી જીવી શકે છે. તે એન્ટાર્કટિકા અને મોજાવે રેગિસ્તાન જેવી વિષમ સ્થિતિમાં પણ મળી રહે છે. શોધના પરિણામો કહે છે કે તેને મંગળ ગ્રહની વિષમ સ્થિતિમાં પણ રાખી શકાય છે અને તે યોગ્ય પરિણામ આપે છે. તેમાં 95 ટકા કાર્બન ડાઈ ઓક્સાઈડનું વાતાવરણ, વધારે અસ્થિર તાપમાન અને ઉચ્ચ સ્તરની અલ્ટ્રા વાયલેટ વિકિરણો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આ વનસ્પતિને મંગળ કે ચંદ્ર પર લઈ જઈ શકાય છે. જેથી અંતરિક્ષમાં વનસ્પતિના વસવા અને વિકાસની સંભાવનાઓ પર રિસર્ચ આવતા રહે. જો કે મંગળ પર જીવનની સંભાવના હજુ 100 ટકા સંભવિત નથી.


