આપણે સ્વસ્થ રહેવા પૌષ્ટીક આહાર ખાઈએ છીએ. લોકોમાં બીનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. કોરોના સમય બાદથી લોકો ફિટનેસને લઈને વધુ જાગૃત બન્યા છે. હેલ્ધી અને ફિટ રહેવા ડ્રાયફ્રૂટ ખાવાનું ચલણ વધ્યું છે. બદામને ખૂબ જ શક્તિશાળી અને ફાયદાકારક ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. પરંતુ આ સુપરફૂડનું સેવન કયારેક સ્વાસ્થ્યમાં નુકસાન પણ કરે છે.
બદામ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
શિયાળાની ઋતુમાં બદામ ખાવાથી શરીરને ગરમી અને ઉર્જા મળે છે. બદામ પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામિન ઇ, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. પોષકતત્વો ભરપૂર માત્રામાં હોવાથી લોકો દૈનિક આહારમાં બદામનો ઉપયોગ કરવા લાગ્યા છે. બદામ દરેક માટે સલામત માનવામાં આવે છે, પરંતુ આવું નથી. અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ. મગજ માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર આ સુપરફૂડનું નિયમિત સેવન આ લોકો માટે હાનિકારક માનવામાં આવે છે.
પથરીની સમસ્યામાં નુકસાનકારક
કિડનીમાં પથરીની સમસ્યા ધરાવતા લોકોએ બદામનું સેવન ઓછું કરવું જોઈએ. બદામમાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે, જે કિડનીમાં કેલ્શિયમ સાથે મળીને પથરી બનાવી શકે છે. નબળી કિડની હોય તેવા લોકોએ ઉચ્ચ ઓક્સાલેટ ખોરાકનું સેવન ટાળવું. કિડનીમાં પથરીના દર્દીઓએ બદામ ઉપરાંત કાજુ, પાલક અને બીટ જેવા ખોરાકનું સીમિત માત્રામાં સેવન કરવું.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ બદામનું વધુ સેવન ના કરવું જોઈએ. બદામમાં રહેલા મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબી હૃદય માટે ફાયદાકારક છે, પરંતુ તેમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરની દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા શરીરનું સંતુલન બગાડે છે. શેકેલા અથવા પેક કરેલા બદામમાં સોડિયમની માત્રા વધુ હોવાના કારણે આ દર્ધીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને બળતરાનું જોખમ વધે છે.
નબળું પાચન ધરાવતા દર્દી
બદામ સુપરફુડ છે. નબળું પાચન ધરાવતા દર્દીઓ માટે તે સમસ્યા સર્જી શકે છે. સ્વસ્થ રહેવાના ચકકરમાં વધુ પડતું સેવન સમસ્યામાં વધારો કરે છે. બદામમાં ફાઇબર, ટેનીન અને તેની કઠણ છાલ પેટની સમસ્યા વધારે છે. નિયમિત તેના સેવનથી ગેસ્ટ્રાઇટિસ, અપચો અથવા ધીમા પાચનવાળા લોકોમાં પેટનું ફૂલવું, ગેસ, કબજિયાત અને પેટમાં દુખાવાની સમસ્યા થાય છે.
વજન ઘટાડવાની સમસ્યા
વજન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા લોકોએ પણ બદામનું સેવન મર્યાદિત રાખવું જોઈએ. બદામ કેલરીથી ભરપૂર હોય છે, એટલે કે ઓછી માત્રામાં પણ તે ઘણી બધી ઉર્જા પૂરી પાડે છે. વારંવાર અથવા વધુ પ્રમાણમાં બદામ ખાવાથી કેલરી વધી શકે છે. વજન ઘટવાને બદલે વધવા લાગે છે.બદામમાં રહેલી સ્વસ્થ ચરબી પણ મોટી માત્રામાં ચરબીનો સંગ્રહ વધારી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


