જો સવારની શરૂઆત હેલ્ધી આદતો સાથે થાય છે તો આખો દિવસ ઉર્જાથી અને પોઝિટિવિટીથી ભરેલો રહે છે . આપણી ભારતીય પરંપરાઓમાં કેટલીક એવી નાની-નાની આદતો છે, જે માત્ર શરીરને તંદુરસ્ત રાખે છે એ સાથે અનેક બીમારીઓથી બચાવે છે. આવી જ એક આદત છે — આખી રાત તાંબાના વાસણમાં પાણી રાખીને સવારે ખાલી પેટ પીવું. ખાલી પેટે તાંબાના વાસણમાંથી પાણી પીવાના ફાયદા અનેક છે. આવો જાણીએ….
1. એનીમિયામાં મદદરૂપ
જો શરીરમાં લોહીની ઉણપ હોય તો આ રીત ઉપયોગી બની શકે છે. તાંબુ શરીરમાં આયર્નના અવશોષણમાં મદદ કરે છે, જેના કારણે હિમોગ્લોબિન વધે છે અને થાક દૂર થાય છે.
2. થાઈરોઇડમાં ફાયદાકારક
તાંબાનું પાણી થાઈરોઇડના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કૉપર થાઈરોઇડ હોર્મોનને બેલેન્સ કરે છે અને મેટાબોલિઝમ સુધારે છે.
3. વાળ માટે લાભદાયક
જો તમારા વાળ સમય પહેલા સફેદ થવા લાગ્યા હોય, તો દરરોજ સવારે તાંબાનું પાણી પીવાનું શરૂ કરો. કૉપર મેલેનિન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે, જે વાળને કુદરતી રંગમાં રાખે છે.
4. પાચન સુધારે
તાંબામાં હળવી એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે પેટને સ્વસ્થ રાખે છે અને ગેસ, અપચાની સમસ્યા ઓછી કરે છે.
આ પાણી કઈ રીતે પીવું?
રાત્રે લગભગ 300 ml પાણી તાંબાના વાસણમાં નાખી, તેને ઢાંકી દો. સવારે ઉઠીને ખાલી પેટ માત્ર 1 ગ્લાસ પીવો. દિવસભર તાંબાનું વધારે પાણી ન પીઓ. એટલૂજ પૂરતું છે.
કઈ બાબતનું ધ્યાન રાખવું?
તે વાસણમાં ક્યારેય ખાટ્ટી વસ્તુઓ જેમ કે લીંબુ પાણી, સિરકો, ઈમલી, ટમેટાનો રસ ન નાખો.
દૂધ કે અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ તાંબાના વાસણમાં ન નાખો.
દરરોજ તાંબાના વાસણને લીંબુ અને મીઠાથી સાફ કરો અને સારી રીતે સુકવીને જ વાપરો.


