આયુર્વેદ અનુસાર આપણે સવારના સમયે ખાલી પેટે ખાસ એવી વસ્તુઓનું સેવન કરવાથી લાભ મળે છે. એવું જ એક ઔષધીય પાન છે અને એ છે ઇમલીનું પાન, આંબલીનું પાન માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું પરંતુ તેનામાં રહેલા ઔષધઈય ગુણો શરીરને સફાઇથી લઇને ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. જો તેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે ચમત્કારિક ફાયદો કરે છે. આવા જાણીએ આ પાનના ચમત્કારિક ફાયદા વિશે…
પેટની સફાઇ કરે છે
ખાલી પેટ આંબલીના પાન ખાવાથી શરીર અને પેટની ગંદકી બહાર નીકળે છે. આ પાનને નેચરલી ડિટોક્સ માનવામાં આવે છે અને તે લિવરને પણ સાફ કરે છે.
પાચનતંત્ર સુધારે છે
સવારે ખાલી પેટે આ પાનનું સેવન કરવાથી ડાયઝેસ્ટિવ એન્જાઇમ્સ એક્ટિવ થાય છે. જેનાથી કોઇ પણ ખોરાક જલ્દી પચે છે અને ગેસ જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરે છે
આંબલીના પાનમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન સી સવારે ખાલી પેટ શરીરમાં ઝડપથી એબઝોર્બ થાય છે જેનાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે.
વેટ લોસ કરે છે
આંબલીના પાન મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે. સવારના સમયે આનું સેવન કરવાથી શરીરમાં ફેટ બર્નિગની પ્રોસેસ તેજ બને છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
સુગર લેવલ કંટ્રોલ કરે છે
ડાયાબિટીઝના દર્દીઓ માટે આ પાન ખૂબજ ફાયદાકારક છે. ખાલી પેટે તેને ખાવાથી બ્લડ સુગર લેવલ સંતુલિત રહે છે અને ઇન્સ્યુલિન સેંસિટિવિટી વધારે સારી થાય છે.


