ફૂટબોલ રમતના ભગવાન ગણાતા આર્જેન્ટિનાના ફેમસ પ્લેયર લિયોનેલ મેસ્સી ભારતના 3 દિવસ પ્રવાસે છે. આજે વહેલી સવારે મેસ્સી ભારત પહોંચી ગયા હતા. GOAT ટૂર દરમિયાન મેસ્સી વિવિધ કાર્યક્રમોને લઈને કોલકાતાની મુલાકાતે હતા. જયાં સોલ્ટ લેક સ્ટેડિયમમાં લિયોનેલ મેસ્સી જયારે પહોંચ્યા તેના થોડા સમયમાં જ ત્યાં હાજર દર્શકોએ હોબાળો મચાવ્યો હતો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં અચાનક અફરાતફરી જોવા મળી. ચાહકોએ પોસ્ટરો ફાડી નાખ્યા, ખુરશીઓની તોડફોડ કરી અને બોટલો ફેંકવા લાગ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસી જતાં, સુરક્ષા દળો દ્વારા મેસ્સીને માત્ર 10 મિનિટમાં સ્ટેડિયમની બહાર લઈ ગયા.
પ્રથમ ગ્રાસે મક્ષિકા મેસ્સીની ભારત મુલાકાત
સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી GOAT ઇન્ડિયા ટૂર 2025 ના ભાગ રૂપે ભારતની પહેલી મુલાકાત મેસ્સી માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા સમાન રહી. લગભગ 14 વર્ષ પછી લિયોનેલ મેસ્સી ભારત આવ્યા છે. અને ભારત પ્રવાસનો પહેલા દિવસે જ સોલ્ટ લેકમાં સ્ટેડિયમમાં જે સ્થિતિ સર્જાઈ તે વધુ આઘાતઆપાનારી છે. જે ફૂટબોલ ચાહકો લિયોનેલ મેસ્સીને જોવા સ્ટેડિયમમાં આતુર હતા આખરે તે લોકો કેમ આટલા ગુસ્સે ભરાયા. આખરે કેમ સોલ્ટ લેકના વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમમાં દર્શકોએ કરેલ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોલકાતા સ્ટેડિયમમાં મેસ્સી આયા બાદ અફરાતફરીને અને બબાલનું કારણ સામે આવ્યું છે.
સોલ્ટ લેક સ્ટેડિયમમાં હોબાળાનું આ છે કારણ
મીડિયા સમાચારમાં સામે આવ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ કથિત રીતે સુરક્ષા ભંગ કરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. સોલ્ટ લેકના વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમમાં લિયોનેલ મેસ્સી હાજર થયા બાદ તેના ફેન્સને જોવા આતુર થયા હતા. પરંતુ સ્ટેડિયમમાં મેસ્સી થોડી મિનિટો માટે જ દેખાતા દર્શકોમાં ગુસ્સો વધ્યો હતો. મેસ્સીને જોવા માટે હજારો ચાહકો મોંઘી ટિકિટનો ખર્ચ કરી સ્ટેડિયમમાં કલાકો અગાઉથી પહોંચી ગયા હતા. મોંઘી ટિકિટો ખર્ચ કર્યા બાદ અને લાંબો સમય રાહ જોયા બાદ પણ મેસ્સી યોગ્ય રીતે જોવા ના મળતા તેના ચાહકોમાં ગુસ્સો વધ્યો હતો. પરિસ્થિતિ કાબુ બહાર એટલી હદે વણસી ગઈ કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં.
કોલકાતા પોલીસે આયોજકોની કરી અટકાયત
લિયોનેલ મેસ્સીનો કોલકાતા પ્રવાસ એક ઐતિહાસિક યાદગારી બનવાનો હતો. પરંતુ સોલ્ટ લેકમાં સ્ટેડિયમમાં ઉદભવેલ સ્થિતિ બાદ તે એક દર્દનાક યાદ બનીને રહેશે. આ ઘટનાને લઈને કોલકાતાના ડીજીપી રાજીવ કુમારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે સોલ્ટ લેક સ્ટેડિયમમાં સર્જાયેલ અંધાધૂધીને લઈને અમે તાત્કાલિક પગલા લીધા છે. ફૂટબોલ મેસ્સીને લઈને આયોજકોએ સ્ટેડિયમમાં હાજર દર્શકોને નિરાશ કર્યા છે. તમામ દર્શકોને ટિકિટ પરત કરવામાં આવશે. આ ઘટનાને લઈને અમે મુખ્ય આયોજકની અટકાયત કરી લીધી છે.


