ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કર લીવર કેન્સરનો શિકાર થઈ હતી. ત્યારબાદથી લીવર કેન્સરની બીમારીને લઈને લોકોમાં વધુ જાગૃકતા આવી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્યને લઈને અપડેટ ચાહકો સાથે શેર કરી. અભિનેત્રી દીપિકા કક્ડે પોતના બ્લોગમાં લખ્યું કે તેની કેન્સરની ટ્રીટમેન્ટમાં તે અનેક પડકારોનો સામનો કરી રહી છે.
અભિનેત્રી દીપિકાએ શેર કરી ભાવુક પોસ્ટ
અભિનેત્રી દીપિકા કક્કરે ફેન્સ માટે એક ભાવુક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં લખ્યું કે કેન્સરની સારવારમાં સૌથી મોટો ડર વાળ ખરવાનો છે. કારણ કે તેને પોતાના લાંબા વાળ પ્રત્યે વધુ લગાવ છે. અને વાળ ગુમાવવા એ કેન્સરી બીમારીની સારવારની મોટી આડઅસર છે. તાજેતરમાં મેં ટ્યુમર માર્કર ટેસ્ટ અને લીવર ફંક્શન ટેસ્ટ (LFT) કરાવ્યો. આ બંને રીપોર્ટ નોર્મલ આવતા માનસિક રાહત થઈ. આ સાથે લોકોને સાવચેત કરતાં લખ્યું કે શરીરમાં દેખાતા સામાન્ય લક્ષણોને અવગણવા ભારે પડી શકે છે. કારણ કે તેને શરૂઆતમાં પેટનો દુખાવો રહેતો હતો. આ બાબતને તેણે બહુ સામાન્ય માની નજરઅંદાજ કરી. અને આ બાબત વધી ગઈ અને તે લીવર કેન્સરની શિકાર થઈ.
સતત પેટના દુખાવાને સામાન્ય ના સમજો
પેટમાં દુખાવામાં ઘરેલુ ઉપચાર અને દવાનો ઉપચાર કર્યો. પરંતુ થોડા સમય પછી તેને પેટમાં સતત અને પીડાદાયક દુખાવો ઉપડયો અને ત્યારે તે હોસ્પિટલ ગઈ. એ વખતે ખબર પડી કે આ દુખાવો સામાન્ય નહીં વધુ ભયંકર છે. કારણ કે હોસ્પિટલમાં ટેસ્ટ કરતા ખબર પડી કે તેના લીવરમાં ટેનિસ બોલના કદની કેન્સરની ગાંઠ છે. અને ડોક્ટરે તેને સ્ટેજ 2નું લીવર કેન્સર હોવાનું નિદાન કર્યું. દીપિકા અને તેના પતિ શોએબ ઇબ્રાહિમે ચાહકોને સલાહ આપી હતી કે પેટમાં દુખાવા જેવી નાની સમસ્યા પણ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે, તેથી તાત્કાલિક ચેકઅપ કરાવવું મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે આ વર્ષના મે મહિનામાં દીપિકાને સ્ટેજ 2 લીવર કેન્સર હોવાનું નિદાન થયું હતું. અને જૂનમાં દીપિકાનું 14 કલાકનું ઓપરેશન થયું હતું. અભિનેત્રી અત્યારે લીવર કેન્સરની ટ્રીટમેન્ટ લઈ રહી છે. અને એટલે જ અભિનેત્રીએ લોકોને શરીરમાં થતા સામાન્ય લક્ષણોને ના અવગણવાની અપીલ કરી.


