- દુષિત પાણીથી કંટાળી મોડી રાત્રે ગટરના દુષિત પાણીમાં બેસ્યા
- છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યા થઇ છે
- દુષિત પાણીમાં બેસી પાલિકા હાય હાયના સુત્રોચાર સાથે વિરોધ નોંધાયો
પાટણ નગર પાલિકાના અણઘડ વહીવટને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વોર્ડ નંબર 3 માં વર્ષોથી ઉભરાતી ગટરના દુષિત પાણીથી કંટાળી સ્થાનિકો મોડી રાત્રે ગટરના દુષિત પાણીમાં બેસી પાલિકા હાય હાયના સુત્રોચાર સાથે વિરોધ નોંધાયો હતો.
શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યાનો પ્રશ્ન જટિલ બનવા પામ્યો
પાટણ શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યાનો પ્રશ્ન જટિલ બનવા પામ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાવવાથી રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. પરંતુ પાલિકાનું નઘરોડ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાતી નથી. જેને લીધે રહીશોમાં પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 3 માં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો એ હદે કંટાળી ગયા કે જે ગટરના દુષિત પાણીમાં પસાર થવું પણ કોઈને ના ગમે એજ દુષિત અને દુર્ઘન્ધ વાળા ગટરના પાણીમાં રહીશો દ્વારા બેસીને મોડી રાત્રે વિરોધ નોંધાવ્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યા
ઉલ્લેખનીય છે કે સમસ્યા હલ કરવા માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે ખાલક્ષા પીર રોડ, દેવાંશી સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યા છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરાતી નથી. ઉભરાતી ગટરના કારણે માર્ગ પર દુષિત પાણી ભર્યું રહે છે જેને લીધે બાળકો સહીત સોસાયટીમાં રહેતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. જેના કારણે ગટરના પાણીમાં બેસીને સમસ્યા હલ કરવા પાલિકા સામે વિરોધ નોંધાવવો હતો. જોકે સ્થાનિકોના વિરોધના લીધે પાલિકા તંત્ર સ્થળ મુલાકત કરી હતી અને સમસ્યા હલ કરવા હૈયાધરણા આપી હતી. પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ અપાય છે પરંતુ કોઈ યોગ્ય કામગીરી કરાતી નથી.
ગટરના દુષિત પાણીથી કંટાળી રહીશોના વિરોધ બાબતે પાલિકા પ્રમુખે સ્વીકાર્યું
પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં આવેલ દેવાંશી સોસાયટીમાં ઉભરાતી ગટરના દુષિત પાણીથી કંટાળી રહીશોના વિરોધ બાબતે પાલિકા પ્રમુખે સ્વીકાર્યું કે કોઈ પણ વ્યક્તિ હોય થાકી જાય જેને લીધે ઉભરાતી ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ ન થતાં રહીશો રોષે ભરાયા હતા. જોકે અમે સ્થળે મુલાકત કરી સમસ્યા હલ કરવા આશ્વાશન આપ્યું છે અને અત્યારે પાલિકા ટીમ દ્વારા કામગીરી પણ હાથ ધરી છે. સાથે પાલિકાના કોર્પોરેટર દ્વારા રહીશોને ઘાક ઘમકી આપવા મુદે મહિલા પ્રમુખ તૂ તૂ મેમે થતા જોવા મળ્યા હતા. અને જવાબને ટાળ્યો હતો.