- કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કપાઇ
- ભાજપે કુલ 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા
- જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણા ઉમેદવારો બાકી
ભાજપે લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતની 7 બેઠક પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા બેઠક પરથી રંજનબેનને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરત બેઠક પરથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષને હટાવવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપે ગુજરાતની 22 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા
આ વચ્ચે સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપિટ કરાયા છે. આ સાથે જ સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર ચૂંટણી લડશે. તેમજ અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે.
જ્યારે ભાવનગરથી નીમુબેન બાંભણિયા ચૂંટણી લડશે. તેમજ છોટા ઉદેપુરથી જશુભાઇ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપિટ કરવામાં આવ્યા છે. તેમજ વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
10 બેઠકો પરથી નવા ઉમેદવારો
આ સાથે જ ગુજરાતમાં ભાજપે 26માંથી 22 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં 12 સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 10 બેઠકો પરથી નવા ઉમેદવાર જાહેર કરાયા છે. તેમજ 10 વર્તમાન સાંસદોને ટિકિટ કપાઇ છે. 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં મહેસાણા, સુરેન્દ્રનગરના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલીના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
નવી યાદીમાં કુલ 72 નામ
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024 માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે બીજી યાદીમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડના ઉમેદવારો જાહેર કર્યાં છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. આમાં નીતિન ગડકરીને નાગપુરથી, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે. અગાઉ 195 જાહેર કર્યા હતા.


