- આગામી 7મી મેના રોજ ગુજરાતમાં યોજાશે લોકસભા ચૂંટણી માટે મતદાન
- રાજકોટમાં 6, જુનાગઢમાં 4 અને ભાવનગરમાં 5 અમે કુલ 15 ફોર્મ રદ્દ
- ભાવનગરમાં INDI ગઠબંધનના ઉમેદવાર સામે ભાજપે કરી વાંધાઅરજી
ગઇકાલથી લોકસભા ચૂંટણી 2024ને લઈને 21 રાજ્યોમાં પ્રથમ દબક્કાનું મતદાન સંપન્ન થયું. ત્યારે આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે, ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 658 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેની ચકાસણી માટેનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં જાણો આજે કેટલા ફોર્મ રદ્દ થયા અને કેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા.
રાજકોટમાં 16 માંથી 6 ફોર્મ રદ્દ થયા
આજે રાજકોટ લોકસભાના ઉમેદવારોની ફોર્મની ચકાસણી કરવામાં આવી. જેમાં, કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી 10 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા. જ્યારે અન્ય 6 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. તો, ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોના ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે બંને પક્ષો વચ્ચે રોજકોટ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળશે. તો, રાજકોટ બેઠક પર, ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી વચ્ચે સીધો જંગ જોવા મળશે. તો, ડમી ઉમેદવાર તરીકે ભાજપમાંથી મોહન કુંડારીયા અને કોંગ્રેસમાંથી ડોક્ટર હેમાંગ વસાવડા હતા જેમના ફોર્મ કચેરી દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે.
જુનાગઢમાં 22 ફોર્મ સ્વીકારવામાં આવ્યા
લોકસભા ચૂંટણીને લઈને જૂનાગઢમાં ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. જુનાગઢમાં કુલ 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 22 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ, ભાજપ, BSP અને રાઇટ ટુ રિકોલ સહિતના 15 ઉમેદવાર ચૂંટણી જંગમાં મેદાનમાં ટકરાશે. તો, માન્ય રહેલા ઉમેદવારો આગામી 22 સુધી ફોર્મ પાછું ખેંચી શકશે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સહિત 22 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
ભાવનગરમાં 5 ફોર્મ રદ્દ થયા
ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ફોર્મ તપાસવાના આજે દિવસે કુલ 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી બે મુખ્ય ઉમેદવારના ડમી ઉમેદવારો અને અન્ય 3 એમ કુલ મળીને 5 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. તો, INDI ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે 3 મુદ્દાઓને લઇ ભાજપે વાંધો ઉઠાવી વાંધાઅરજી કરી છે. ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દાઓને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો છે. જિલ્લા કલેકટરે તમામ વાંધાના જવાબ 24 કલાકમાં રજુ કરવા ઉમેદવારને જણાવ્યું છે. આ મામલે આવતીકાલે થશે સુનાવણી અને ત્યાર બાદ ફાઇનલ આંકડાઓ જાહેર કરવામાં આવશે.


