- રાજકીય પક્ષ માટે 26 લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ
- ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે
- 5 વિધાનસભા માટે પણ ઉમેદવારી પત્ર ભરવાનો પણ છેલ્લો દિવસ
ગુજરાત રાજ્યમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેમાં વિવિધ રાજકીય પક્ષ માટે 26 લોકસભા માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. 5 વિધાનસભા માટે પણ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. તેમાં બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. જેમાં ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.
જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ ફોર્મ ભરશે
નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરશે. તથા નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ફોર્મ ભરશે. તેમજ જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ ફોર્મ ભરશે. મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ફોર્મ ભરશે. તથા રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ગઇકાલે રોડ-શોના કારણે મુહૂર્ત નિકળી જતા તેઓ આજે ફોર્મ ભરશે.
12:39 ના શુભ મુહૂર્તમાં ફોર્મ ભરશે
સીઆર પાટીલ આજે નવસારી બેઠક માટે ઉમેદવારી પત્ર કરશે. 12:39 ના શુભ મુહૂર્તમાં ફોર્મ ભરશે. નવસારી કલેકટર કચેરી ખાતે આ ફોર્મ ભરવામાં આવશે. નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. ગઇકાલે સીઆર પાટીલે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી હતી. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા.


