- સુરતમાં યુવકના આપઘાત કેસમાં નવો વળાંક
- ભાવનગરની પ્રેમિકાએ FIR કરતા કર્યો આપઘાત
- પુત્રને આપઘાતનો મેસેજ કરી ખાધો ગળેફાંસો
સુરતમાં આજે એક પછી એક એમ બે આપઘાતની ઘટનાઓ સામે આવી છે જેમાં એક ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે તો બીજી બાજુ સુરતમાં જ પ્રેમિકાથી કંટાળેલા પ્રેમીએ મોત વહાલું કર્યું છે.
મળતી માહિતી મુજબ સુરતમાં એક 41 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. યુવકે સુરતના પુણા ગામમાં મિત્રના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરનારા 41 વર્ષીય યુવકનું નામ પ્રફુલભાઈ કૌડિયા હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ યુવકનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સ્વીમેર હોસ્પિટલ મોકલી આપ્યો છે.
વિગતો અનુસાર, ભાવનગર ખાતે રહેતી પ્રેમિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સુરતમાં યુવકે આપઘાત કરી લીધો હતો. મૃતકે પુત્રના મોબાઈલ ઉપર ‘આત્મહત્યા કરવા જાઉં છું’ એવો મેસેજ કરી મિત્રના ઘરે ફાંસો ખાધો હતો. તો વધુમાં મહુવા જિલ્લા પોલીસે કેસ પતાવવા રૂપિયા માંગ્યા હોવાનો અને કેસ પતાવવા રૂ. 10 લાખની માગણી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.