- ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો પરંતુ પરિણામ શૂન્ય
- સમારકામ કરવાની માગણી ખેડૂતોમાં પ્રબળ બની છે
- નહેરમાં ગાબડું પડયા બાદ હોનારત થયા બાદ કાર્યવાહી કરાશે?
ગળતેશ્વર તેમજ ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહિકેનાલ હાલ જર્જરિત હાલતમાં છે આ બાબતે તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
ગળતેશ્વર તેમજ ઠાસરા તાલુકામાંથી પસાર થતી મુખ્ય મહી કેનાલ ખુબ જ જર્જરિત બની ગઇ છે આ કેનાલનું સમારકામ કરવામાં નહીં આવે તો, આગામી ચોમાસામાં વ્યાયક નુકશાન થાય તેવી શક્યતા રહેલી છે 30 કિ.મી.ની આ કેનાલમાં ઠેર-ઠેર તિરાડો નજરે પડે છે જેનું સમારકામ કરવાની માગણી ખેડૂતોમાં પ્રબળ બની છે
-આ અંગેની ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખેડા અને આણંદ જિલ્લાની જીવાદોરી સમાન કેનાલનો 30 કિ.મીનો વિસ્તાર આવેલો છે આ કેનાલમાં ઠેર ઠેર જર્જરિત થઇ ગઇ છે મુખ્ય પાળો પણ તૂટી ગયા છે તેમજ તેને સિમેન્ટ અને પથરા નાખીને પાળો બનાવ્યો છે. આ કેનાલોમાં અવાર નવાર ભંગાણ પડે છે તેમછતાં પણ કેનાલનું સમારકામ કરવામાં આવતું નથી. આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમછતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આ તમામ કેનાલનું સમારકામ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે મોટુ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેથી આ કેનાલનું સમારકામ કરવા માગણી કરવામાં આવી છે શું તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે ? કે પછી નહેરમાં ગાબડું પડયા બાદ હોનારત થયા બાદ કાર્યવાહી કરાશે? તેવા સવાલો ખેડૂતો ના મન માં ઉદભવી રહ્યા છે.


