ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મંગળવારે એક સાત માળની કોર્મશિયલ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગવાની ઘટના ઘટી છે. જેમાં 20થી વધુ લોકોના મોત નીપજ્યા છે.જોરદાર ધુમાડો અને આગે આખી બિલ્ડિંગને ઘેરી લીધી હતી, જેના કારણે જકાર્તાના આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. હજુ પણ આંકડો વધવાની સંભાવના છે જો કે હાલ આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો છે. પરંતુ આ પહેલા પણ વર્લ્ડમાં અનેક જગ્યાઓ પર આગના બનાવ બનવા પામ્યા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કેલિફોર્નિયા જગંલની આગ (2025)
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગે તબાહી મચાવી દીધી હતી. 7 જાન્યુઆરીએ લાગેલી આગે અનેક દિવસો સુધી એમ જ રહી. જેમાં અનેકના મોત નીપજ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે સૌથી શક્તિ શાળી મનાતા અમેરિકા પાસે દરેક સાધન સામગ્રી દરેકમાં અવ્વલ હોવા છતા કેટલાય દિવસો સુધી આગ પર કાબુ મેળવી નહોતા શક્યા.
નોટ્રે ડેમ આગ (2019)
ફ્રાન્સના નોટ્રે ડેમ ભયંકર આગે બધુ જ તબાહ કરી દીધુ હતુ. આ આગ પ્રતિષ્ઠિત ફ્રાંસીસી ગિરજાઘરમાં લાગી હતી અને પેરિસના અનેક વિસ્તાર ઝેરીલી હવા અને ધૂળથી દૂષિત થઇ ગયા હતા. આ તબાહી માંથી બહાર નીકળવા માટે 700 મિલિયન યુરો ખર્ચ કરવામાં આવ્યા હતા.
ગ્રેટ મેથેસન આગ (1916)
કેનડાની સૌથી જીવલેણ જંગલ આગ અત્યંત ભયાનક હતી. આ આગમાં 200 થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ આગ કેનેડાની રેલવે કંપનીઓ દ્વારા વપરાયેલા ડાયનામાઇટની ચીંગારીથી લાગી હતી.
રેહસ્ટાગ આગ (1933)
રેહસ્ટાગ અગ્નિકાંડ નાઝીઓ માટે એટલું મોટું “વર્ડાન” સાબિત થયું હતું કે ઘણા અનુમાન કરે છે કે તેને કદાચ તેમણે પોતે જ લગાવી હતી. ચાન્સેલર એડોલ્ફ હિટલરે આ આગ માટે કોમ્યુનિસ્ટોને જવાબદાર ઠેરવ્યા, તમામ વિરોધોને દબાવવા માટે એક આકસ્મિક કાયદાનો ઉપયોગ કર્યો અને સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કર્યો. ભલે આગમાં કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ આ ઘટનાએ માનવ ઇતિહાસના સૌથી મોટા સંઘર્ષ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પાયા નાખ્યા, જેમાં અંદાજે 8 કરોડ લોકોનાં મૃત્યુ થયા.
બિગ બર્ન આગ (1910)
અમેરિકાના ઉત્તર આઇડાહો અને પશ્ચિમ મોન્ટાનામાં લાગી “બિગ બર્ન” આગે ભયાનક વિનાશ સર્જ્યો. આ આગે 3,900 કિલોમીટર લાંબી એક માલગાડી ભરાય એટલા લાકડાનો વિનાશ કર્યો હતો. આ આગજનીને કારણે અમેરિકામાં ફેડરલ ફાયર સેફ્ટી સિસ્ટમની રચના કરવામાં આવી.
લંડન આગ (1666)
ઇતિહાસમાં ધ ગ્રેટ ફાયર ઑફ લન્ડન નામે ઓળખાતી આ આગે લંડનનાં 13,000 થી વધુ લાકડાના ઘરોનો નાશ કર્યો હતો. આ આગમાં અનેક લોકોનાં મૃત્યુ થયા હતા. આજનું આધુનિક લંડન આ આગની રાખમાંથી જ ઊભું થયું છે.
આ પણ વાંચોઃ ઇન્ડોનેશિયાના જકાર્તામાં કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 15થી વધુના મોત


