અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શાહપુર પોલીસે કાર્યવાહી કરીને યાહ્યા તાહીર અલી શેખ નામના એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.37,500ની કિંમતના ચાઇનીઝ દોરીના 75 રીલ જપ્ત કરી હતી. આરોપી સામે શાહપુર પોલીસે BNS, GP એક્ટ તેમજ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપી યાહ્યા તાહીર અલી શેખની ધરપકડ કરી
આરોપીની ધરપકડ કરીને પોલીસે આ પ્રતિબંધિત દોરીના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો વિશે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવાર નજીક આવતા જ ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે પોલીસ સઘન કામગીરી કરી રહી છે, કારણ કે આ દોરી માનવ અને પક્ષીઓ બંને માટે જોખમી સાબિત થઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


