- 1.14 લાખના દરની 3 ટિકિટ, 2500ના દરની 17 ટિકિટ કબજે
- રામીન્દર સિંઘ ધિલ્લોનની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી
- બનાવટી ટિકિટની સ્ટેડિયમ જઈ ખરાઈ કરતા હકિકત સામે આવી
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે ત્યારે જ્યાં એક તરફ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે તો આવા ઉત્સાહ વચ્ચે ઘણા લેભાગુ તત્વો પણ બેફામ બન્યા છે. આવા જ એક શખ્સની ધરપકડ કરીને કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદની કૃષ્ણનગર પોલીસે એક શખ્સની મેચની નકલી ટિકિટો સાથે ધરપકડ કરી છે. પોલીસ શખ્સ પાસેથી ભારત પાકિસ્તાન મેચની 1.14 લાખના દરની 3 અને 2500ના દરની 17 બનાવટી ટિકિટ મળી આવી હતી. બનાવટી ટિકિટોની સાથે કૃષ્ણનગર પોલીસ રામીન્દર સિંઘ ધિલ્લોનની ધરપકડ કરી છે. રામીન્દર સિંઘ પાસે રહેલી બનાવટી ટિકિટોની સ્ટેડિયમ જઈ ખરાઈ કરતા સમગ્ર હકિકત સામે આવી હતી. જેને પગલે કૃષ્ણનગર પોલીસે રામીન્દર સિંઘ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.