- અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ
- ખાંભા અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ
- મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન જવાની ભીતિ
અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ગીરના ગામડાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. આ તરફ સાવરકુંડલા પંથકના ભોકરવા ગામમાં વરસાદથી મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
અમરેલી પંથકના ગીર ગામડાઓમાં વરસાદ
અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ થયો છે. બપોરબાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેમા ખાંભા અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કંટાળા, ધૂંધવાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ધુંધવાણા ગામની બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા હતા અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ પચપચીયા, કંટાળા, ધૂંધવાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
મગફળી, કપાસ, ડુંગળીના પાકને નુકસાન જવાની ભીતિ
અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલાના ગ્રામ્યના ભોકરવા ગામમાં વરસાદ પડતા પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતોના મગફળી, કપાસ, અને ડુંગળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે.