આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી શનિવારે વહેલી સવારે કોલકાતા પહોંચી ગયા હતા. જયાં તેમનું બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન દ્વારા શાનદાર વેલકમ કરાયું હતું. મેસ્સીના આગમનથી સમગ્ર શહેરમાં ફૂટબોલનો ભારે ઉત્સાહ ફેલાયો હતો. તેના ફેન્સ મેસ્સીની જોવા આતુર છે. મેસ્સીની એક ઝલક જોવા ફેન્સ કોઈપણ સ્થાન પર તેની રાહ જોવા તૈયાર છે. પરંતુ જયારે કોલકાતા સ્ટેડિયમમાં મેસ્સીએ ટૂંકી મુલાકાત લીધી તેના બાદ મેદાન પર હંગામો મચી ગયો. મેસ્સીના પ્રશંસકો ગુસ્સે ભરાયા અને છુટ્ટી વસ્તુઓ ફેંકવા લાગ્યા.


