- વર્ષ 2014 ના નોંધાયેલા કેસમાં કઠલાલ કોર્ટેનો ચુકાદો
- એમજીવીસીએલ કંપનીમાંથી વીજ કનેક્શન લેવા ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા
- કોર્ટે આરોપીઓને બે વર્ષની સખત કેદ અને રૂ.5,000 નો દંડનો હુકમ કર્યો
કઠલાલ ના પીઠાઈમાં રહેતા 1.કરીમભાઈ કાસમભાઇ ચુવાણ, 2.ઈસ્માઈલભાઈ કાસમભાઈ ચુવાણ, 3 .બકાભાઇ (મરણ ગયેલ), 4.જેતુનબીબી કરીમભાઈ કાસમભાઈ ચુવાણ, 5.કમરૂદ્દીન ઉર્ફે કરીમભાઈ રસુલભાઈ મલેક, 6.જરીનાબેન કમુરુદ્દીન રસુલભાઇ મલેક, 7.દિલીપસિંહ રામસિંહ ડાભી (મરણ ગયેલ), 8 .શાંતિભાઈ ધુળાભાઇ ડાભીના ઓ એ પીઠાઈ ગામે ખોટો દસ્તાવેજ તૈયાર કરી ફરીયાદીના હિસ્સાની જમીન સર્વે નંબર 685/2 માં બોર કુવા ઉપર એમજીવીસીએલ કંપનીમાંથી વીજ કનેક્શન લેવા સારું સંમતિ કરારમાં વારસદારો તરીકે ખોટા નામથી સહીઓ કરી ખોટી વ્યક્તિઓના ફેટા ચોંટાડી ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા. જેમાં દિલીપ ડાભી અને શાંતિભાઈ ડાભીએ ખોટો દસ્તાવેજ તૈયાર કરવામાં મદદ કરી હતી. વીજ કનેક્શન મેળવવા સારું ખોટા સંમતિ કરારને ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો જેની ખબર ફરીયાદી અબ્બાસભાઈ પુંજાભાઈ ચુવાણ રહેવાસી પીઠાઈ ને થતા વાંધા અરજી આપી વીજ કનેક્શન રદ કરાવ્યું હતું.ત્યારે આ મામલે આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ કામમાં તમામ આરોપીઓએ એકબીજાને મદદ કરી હતી.સમગ્ર મામલે અબ્બાસભાઈ એ કઠલાલ પોલીસ મથકે માર્ચ 2014 માં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે સમગ્ર મામલે તપાસ કરી ચાર્જશીટ તૈયાર કરી હતી અને આ કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 465,471,504 સહિતની કલમો લગાવવામાં આવી હતી. સમગ્ર કેસ કઠલાલ કોર્ટમા ચાલી જતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નરેન્દ્રકુમારનાઓએ સરકારી વકીલ આર.બી.ગઢવી ની દલીલો સાંભળી આ ફેર્જરિ કેસમાં કઠલાલ કોર્ટે કરીમભાઈ ચુવાણ, જેતુનબીબીચુવાણ, કમરુદ્દીન મલેક, ઝરીનાબેન મલેક અને શાંતિભાઈ ડાભીને બે વર્ષની સખત કેદ અને રૂ.5,000 નો દંડનો હુકમ કર્યો હતો. તેમજ ઈસ્માઈલભાઈ કાસમભાઇ ચુવાણને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. તેમજ આ કેસમાં બકાભાઇ અને દિલીપસિંહ ડાભી મરણ ગયેલ હોઈ તે સિવાયના અન્ય પાંચ લોકોને કઠલાલ કોર્ટે બે વર્ષની સજા ના દાખલા રૂપ ચુકાદો આપી સજા નો હુકમ કર્યો હતો.