- ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
- ઇઝયરાલ દ્વારા બંધકોને છોડાવવાના પ્રયાસો તેજ
- નેતન્યાહૂ-હમાસ વચ્ચે થઇ શકે સમજૂતી કરાર ?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારે હવે આ યુદ્ધ ક્યારે રોકાશે તેની હજી કોઇને ખબર નથી. સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા પણ યુદ્ધને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ અમેરિકી મીડિયાને એક મહત્વની વાત કહી.
બંધકોને છોડવા સમજૂતી કરાર ?
તેમણે જણાવ્યું કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવા માટે સમજૂતી થઈ શકે છે. પરંતુ યોજનાની સંભવિત નિષ્ફળતાના ડરથી વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. નેતન્યાહુએ એક ખાનગી પ્રેસમાં કહ્યું હતું કે ‘અમે સાંભળ્યું છે કે આ પ્રકારનો કે તે પ્રકારનો નિકટવર્તી સોદો છે અને પછી અમને જાણવા મળ્યું કે તે બધુ તો છેતરપિંડી હતી. પરંતુ જ્યારે અમે એક્શન શરૂ કર્યુ તો બધું બદલાવા લાગ્યું. એક ન્યૂઝ એજન્સી અનુસાર પૂછવામાં આવ્યું કે શું હમાસના આતંકવાદીઓ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે સંભવિત કરાર છે, નેતન્યાહૂએ જવાબ આપ્યો ‘કદાચ.’ પરંતુ નેતન્યાહૂએ કોઈપણ યોજના વિશે ચોક્કસ માહિતી આપવાનો ઇનકાર કર્યો.
238 લોકોને બનાવ્યા છે બંધક
મહત્વનું છે કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં 239 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. નેતન્યાહુએ એ પણ કહ્યું ન હતું કે આ તમામ બંધકોને મુક્ત કરવામાં આવશે કે કેમ. નેતન્યાહુએ કહ્યું કે ‘મને લાગે છે કે હું તેના વિશે જેટલું ઓછું કહું તે સાચું થવાની શક્યતાઓ એટલી જ વધી જશે. જોકે, નેતન્યાહુએ બંધકોને મુક્ત કર્યા વિના ગાઝામાં યુદ્ધવિરામની માંગને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે એ પણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો કે ઈઝરાયેલ બંદીવાનોને બચાવવા અથવા સુરક્ષિત રીતે મુક્ત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. આ નેતન્યાહુએ ગાઝાની હોસ્પિટલોના મુદ્દા પર પણ ધ્યાન આપ્યું. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા સંચાલિત વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફા ખાસ કરીને ઘેરાબંધી માટે સંવેદનશીલ છે. નેતન્યાહુએ કહ્યું કે એવું કોઈ કારણ નથી કે આપણે ત્યાંથી દર્દીઓને બહાર ન કાઢી શકીએ.’


