- યુએસએના એક યોગ ટીચર જેણે સનાતન ધર્મના માર્ગે વળવાનું નક્કી કર્યું
- 25 વર્ષીય કૈલાસદેવ નામના યુવાન 2017 માં ઋષિકેશ આવ્યા
- શિવરાત્રીના મેળામાં આવ્યા બાદ અનેરો કુદરતી આનંદ માણ્યો: કૈલાસદેવ
જુનાગઢના ભવનાથ મેળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. ભારતીય સંસ્કૃતિની પવિત્રતા અને સાંસ્કૃતિક વારસાઓનું આકર્ષણ વિદેશીઓને પણ ઘેલુ કરી દે છે. ત્યારે ભવનાથ મેળામાં વિદેશી પ્રવાસીઓ પણ આવી પહોંચ્યા છે.
25 વર્ષીય કૈલાસદેવ નામના યુવાન 2017 માં ઋષિકેશ આવ્યા
આદિ અનાદી કાળથી ચાલ્યો આવતો ભવનાથનો શિવરાત્રીનો મેળો જેમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. દરવર્ષની માફક આ વર્ષે પણ વિદેશથી અનેક પ્રવાસીઓ સનાતન ધર્મથી આકર્ષિત થઈને ભારતમાં આવ્યા છે. જેમાં યુએસએના એક યોગ ટીચર જેણે સનાતન ધર્મના માર્ગે વળવાનું નક્કી કર્યું છે. યુએસએના ઓકલોહોમાના રહેવાસી અને ત્યાં યોગ ટીચર તરીકે નોકરી કરતા 25 વર્ષીય કૈલાસદેવ નામના યુવાન 2017 માં ઋષિકેશ આવ્યા પછી સનાતન ધર્મની લગની લાગી હતી. અને તે સનાતન ધર્મના યોજાતા મેળામાં અચૂક હાજરી આપે છે. ત્યારે છેલ્લા બે વર્ષથી તે અહી ભવનાથ પણ આવે છે.
શિવરાત્રીના મેળામાં આવ્યા બાદ અનેરો કુદરતી આનંદ માણ્યો: કૈલાસદેવ
ગતવર્ષે પહેલીવાર ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળામાં આવ્યા બાદ અનેરો કુદરતી આનંદ માણ્યો હતો. જેથી ફરીવાર આ વર્ષે પણ કૈલાસદેવ આ વર્ષે પણ મેળામાં આવ્યો છે, અને તેની સાથે તેમના એક મિત્ર અને શિષ્ય પણ છે. હાલ તે અહી ગુરુયોગી અવંતીકાનાથના આશ્રમ ખાતે રોકાણ કર્યું છે. નાથસંપ્રદાય સાથે જોડાઈને તેમણે સનાતનના માર્ગે વળ્યા છે. તેમણે જણાવ્યું કે, શિવરાત્રીનો મેળો એક અલૌકીક અનુભૂતિ કરાવે છે, જય ગિરનારીના નાદ સાથે તે હાલ મેળામાં શિવમય બની રહ્યા છે.


