- બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી ગેરકાયદે રીતે ચોરી નાથવા તંત્રની ટીમ ત્રાટકી
- તંત્રની ટીમે 4 અર્થમૂવર મશીન અને 2 ડમ્પર ઝડપી પાડતાં ખનીજચોરોમાં ભારે દોડધામ
- હળવદ તાલુકાના ટીકર ગામે દરોડો પાડી રેત માફ્યિાઓના ચાર અર્થમુવર મશીન
હળવદ પંથકની બા્રહ્મણી નદીના જુદા જુદા પટમાં ચાલી રહેલી ગેરકાયદે રેતીચોરી બેફમ થઈ રહી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે બાતમીને આધારે હળવદ તાલુકાના ટીકર ગામે દરોડો પાડી રેત માફ્યિાઓના ચાર અર્થમુવર મશીન તેમજ બે ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકને સોંપી આપવામાં આવ્યો છે.
હળવદ તાલુકાના ટીકર ગામમાં ખનીજ ચોરી બાબતે મળેલી બાતમીને આધારે સોમવારે રાત્રિનાં સમયે દરોડો પાડતા એસ્કેવેટર મશીનના ઓપરેટર જીલાભાઈ મુન્નાભાઈ ભરવાડ(રહે. મિયાણી તા.હળવદ, જિ.મોરબી) અને માલિક ગાંડાભાઈ રેવાભાઈ ઝાપડા(રહે.નાના કેરાળા, તા.વઢવાણ, જિ. સુરેન્દ્રનગર), હ્યુન્ડાઇ મશીન જેના ઓપરેટર અને માલિક સબીરભાઈ અકબરભાઈ સંઘી(રહે.ટીકર તા. હળવદ), હ્યુન્ડાઇ મશીન જેના ઓપરેટર મનીષકુમાર હરદેવરાય યાદવ(રહે.સિરસિયા, જિૃ. મોતીહારી, બિહાર) અને માલિક વશરામભાઇ છગનભાઈ ખોખાણી(રહે.નાના કેરાળા, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર), હ્યુન્ડાઇ મશીન જેના ઓપરેટર પપ્પુ હરિરામ યાદવ(રહે. ગીરોના, બિહાર) અને માલિક સોલંકી નિર્મળસિંહ રણજીતસિંહ( રહે. નાના કેરાળા, તા.વઢવાણ)ઓને 4 મશીન દ્વારા ગેરકાયદેસર રીતે નદીના પટ્ટમાંથી રેતીનું ખનન કરતા ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ખનીજ વિભાગે સાદી રેતી વહન કરવા સબબ સ્થળ ઉપરથી (1) ડમ્પર નં. GJ-32-T-3077ના ચાલક મુકાભાઈ મુન્નાભાઈ ભરવાડ રે.મિયાણી તા.હળવદ માલિક રૈયાભાઈ કાળુભાઇ ઝાપડા રે.નાના કેરાળા તા. વઢવાણ અને (2) ડમ્પર નં GJ-13-AW-9079ના ચાલક હરિસિંગ રાવત અને માલિક રણજીતસિંહ મધુભા સોલંકી રે. નાના કેરાળા તા.વઢવાણ વાળાના વાહનો કબજે કરી ગેરકાયદે સાદી રેતી ખનીજનાં ખોદકામ કરી વહન કરવા બદલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકાવી આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.


