- યુવતી સાથે દુષ્કર્મની ઘટના
- નરાધમે અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ ગુજાર્યું દુષ્કર્મ
- પોલીસે તપાસ શરૂ કરી દીધી
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવતીને શખ્સે લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. પછીથી યુવતીને ગર્ભ રહી જતા તેનો ગર્ભપાત કરાવી દીધો.
સુરત હવે જાણે કે ગુજરાતનું ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ વારે તહેવારે નાની મોટી આપરાધિક ઘટનાઓ આ શહેરમાં આકાર લઈ રહી છે. મહિલાઓ વિરુદ્ધની ગુનાખોરીને ડામવામાં પોલીસ જાણે કે મૂકપ્રેક્ષક જ બની ગઈ હોય તેમ આ ઘટનાઓનો ગ્રાફ ઊંચેને ઊંચે વધતો જ જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં સુરતમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી છે, ત્યારે આ ઘટનાઓના આંકડામાં એક વધુ ઘટનાનો ઉમેરો થયો છે.
સુરતની ચકચારી ઘટનામાં એક નરાધમે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું. આ પછી જ્યારે યુવતી ગર્ભવતી થઈ તો નરાધમે યુવતીનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. મહત્વનું છે કે આ મામલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં યુવતીએ શખ્સની વિરદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે આ મામલે યુવતીએ લગ્ન મામલે શખ્સને વિનંતી કરી હતી પરંતુ હવસખોરે યુવતીને લગ્નની ના પાડી દીધી હતી અને તેને જાતિવિષયક અપશબ્દો કહ્યા હતા. આ મામલે પણ પોલીસે નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.