- અધૂરી અને ખોટી માહિતી ટૂંકા ગાળાનું સૌથી મોટું જોખમ
- કુદરતી આફતો વિશ્વ માટે લાંબા ગાળાનું સૌથી મોટું જોખમ
- આગામી બે વર્ષ માટે WEFનો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા સહિત વિશ્વના તમામ દેશોમાં આગામી બે વર્ષમાં લગભગ 300 કરોડ લોકો ચૂંટણીઓમાં સામેલ થઈ શકે તેવી સંભાવના છે. એવામાં ખોટી માહિતી અને સામાજિક ધ્રુવીકરણ દુનિયા સમક્ષ સૌથી મોટા તાત્કાલિક જોખમો માંથી એક બનીને ઊભરી રહ્યો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)એ પોતાનો વાર્ષિક ગ્લોબલ રિસ્ક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છેઃ કે માત્ર ભારતમાં જ આગામી બે વર્ષ માટે અધૂરી અને ખોટી માહિતી સૌથી મોટું જોખમ બની શકે છે. ત્યારબાદ, સંક્રામક રોગ, ગેરકાયદેસર આર્થિક લેવડદેવડ, આવકની અસમાનતા અને શ્રમની અછત પાંચ સૌથી મોટા અલ્પકાલીન જોખમોમાં સામેલ છે.
આગામી બે વર્ષની વાત કરીએ તો સૌથી મોટું વૈશ્વિક જોખમ હવામાનમાં મોત ફેરફારોને લીધે થતી કુદરતી આફતો હોઇ શકે છે. રિપોર્ટમાં વૈશ્વિક જોખમની પરિસ્થિતિની ચેતવણી આપવામાં આવી છે જે માનવ વિકાસમાં પ્રગતિને ધીમી કરી શકે છે. WEF એ જણાવ્યું છે કે “ગ્લોબલ પાવર ડાયનેમિક્સ, આબોહવા, ટેક્નોલોજી અને ડેમોગ્રાફીમાં પ્રણાલીગત ફેરફારોની પૃષ્ઠભૂમિ સામે વૈશ્વિક જોખમો વિશ્વની અનુકૂલનક્ષમ ક્ષમતાને તેની મર્યાદા સુધી ખેંચી રહ્યા છે,”
દાવોસમાં 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી WEFની પાંચ દિવસીય વાર્ષિક બેઠક પહેલા જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં તર્ક આપવામાં આવ્યો છે કે તત્કાલ વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ અને જોખમોને સંબોધિત કરવા માટે નવા દ્રષ્ટિકોણની જરૂરિયાત છે.


