વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર બાદ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોહ્ન્સને અનુભવી બોલર જોશ હેઝલવુડને આડે હાથ લેતા તેમની રાષ્ટ્રીય ટીમ પ્રત્યેની ખેલદિલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા. જોહ્ન્સને કહ્યું કે હેઝલવુડે રાષ્ટ્રીય ટીમને બદલે RCBને પ્રાથમિકતા આપી.
RCB ને પ્રાથમિકતા આપવા બદલ હેઝલવુડ પર પ્રશ્નો
દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક જીત મેળવ્યા બાદ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોહ્ન્સ પોતાની ટીમથી નારાજ દેખાઈ રહ્યા હતા. આ હારને પચાવી ન શકતા તેમણે ટીમના એક ખેલાડી પર ગંભીર આક્ષેપો કરી નાખ્યા. WTC ફાઇનલમાં જોશ હેઝલવુડે માત્ર 2 વિકેટ લીધી, તેમાં પણ એક વિકેટ ત્યારે લીધી જ્યારે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 6 રનની જરૂર હતી. જોહ્ન્સને રાષ્ટ્રીય ટીમને બદલે RCB ને પ્રાથમિકતા આપવા બદલ હેઝલવુડ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
મિશેલ જોહ્ન્સનના ગંભીર આક્ષેપો
IPLમાં RCB ટીમ માટે પ્લેઓફ મેચ રમવા બદલ જોશ હેઝલવુડ પર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ જોહ્ન્સ ખુબજ ગરમાયા છે. અનુભવી બોલર જોશ હેઝલવુડને આડે હાથ લેતા તેમની રાષ્ટ્રીય ટીમ પ્રત્યેની ખેલદિલી પર મિશેલ જોહ્ન્સને તીખા નિવેદનો કર્યા છે. મિશેલ જોહ્ન્સને IPLમાં RCB ટીમ માટે પ્લેઓફ મેચ રમવા બદલ જોશ હેઝલવુડ પર નિશાન સાધ્યું છે. તેમનું આ નિવેદન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હારી ગયા બાદ આવ્યું છે. જોહ્ન્સનનું માનવું છે કે હેઝલવુડે તેની રાષ્ટ્રીય ટીમ પહેલા RCBને પ્રાથમિકતા આપી હતી.
હેઝલવુડની ફિટનેસ પર પ્રશ્નો ઉઠાવ્યા
જોહ્ન્સને કહ્યું, “જોશ હેઝલવુડ છેલ્લા કેટલાક સમયથી ફિટનેસ સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ રાષ્ટ્રીય ટીમને બદલે, તેણે IPLમાં પાછા ફરવાનો નિર્ણય લીધો. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તૈયારીઓ પર મોટો પ્રશ્ન ઉઠાવે છે.” જોશ હેઝલવુડે પ્રથમ ઇનિંગમાં 15 ઓવર બોલિંગ કરી, અને તેને ફક્ત 1 વિકેટ મળી. કમિન્સે આ ઇનિંગમાં 6 વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં પણ તેને ફક્ત એક જ વિકેટ મળી, તે પણ જ્યારે આફ્રિકા વિજયની આરે હતું અને તેમને ફક્ત 6 રનની જરૂર હતી. આ ઇનિંગમાં, હેઝલવુડે 19 ઓવરમાં 58 રન આપ્યા.