કેન્દ્રની મોદી સરકાર મનરેગાનું નામ બદલવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણય પર આજે કેબિનેટ બેઠકમાં મ્હોર લાગી શકે છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપૂ ગ્રામીણ યોજના કરી શકે છે. આજે જ કેન્દ્રીય કેબિનેટની બેઠક થવાની છે જેમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે.
મનરેગા યોજના કોણે કરી હતી શરૂ
મનરેગા યોજનાને વર્ષ 2025ના તત્કાલીન મનમોહન સરકારે શરૂ કરી હતી. શરૂઆતમાં તેનું નામ નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતો. પછીજ નામ બદલીને મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કરવામાં આવ્યું હતું. આ યોજના એક ઇન્ડિયન લેબર લો અને સોશિયલ સિક્યોરિટી ઉપાય છે જેનો ઉદ્દેશ્ય કામ કરવાનો અધિકાર આપવાની ગેરંટી આપવાનો છે.
પૂજ્ય બાપૂ ગ્રામીણ રોજગાર ગેરંટી બિલ 2025:
મનરેગા નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. જેનાથી યોજનાને નવી ઓળખ મળી શકે છે. કેબિનેટ બેઠકમાં જ ન્યુક્લિયર એનર્જી બિલને મંજૂરી મળી શકે છે. આ ઉદ્દેશ્ય પરમાણુ ઉર્જાને સુરક્ષિત અને પ્રભાવી રીતે વિસ્તાર કરવાની છે.
વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ:
ડેવલપ્ડ ઈન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન બિલ 2025: શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારાઓ શામેલ આ બિલને પણ મંજૂરી મળે તેવી શક્યતા છે. તેનો ધ્યેય શિક્ષણ પ્રણાલીને વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત બનાવવાનો છે.


