ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજની લવ લાઈફને લઈને આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં, મોહમ્મદ સિરાજનું નામ ફેમસ સિંગર આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે સાથે જોડવામાં આવી રહ્યું હતું.
જ્યારે તેમના ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું, ત્યારે બંનેએ એકબીજાને ભાઈ-બહેન કહીને સોશિયલ મીડિયા પરની અફવાઓને ફગાવી દીધી. આ મામલો હજુ ઠંડો પડ્યો ન હતો અને મોહમ્મદ સિરાજનું નામ બીજી એક્ટ્રેસ સાથે જોડાવા લાગ્યું.
મોહમ્મદ સિરાજ માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ?
મોહમ્મદ સિરાજ ‘બિગ બોસ 13’ ફેમ માહિરા શર્મા સાથે રિલેશનશિપમાં છે. આ બંને વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજ પહેલા માહિરા શર્માનું નામ એક્ટર પારસ છાબરા સાથે જોડાયું હતું. બિગ બોસના ઘરમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ 2023માં તેમનું બ્રેકઅપ થઈ ગયું. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મોહમ્મદ સિરાજની માહિરાના જીવનમાં એન્ટ્રી થઈ છે.
ડેટિંગની અફવાઓ ક્યાંથી ફેલાઈ?
તમને જણાવી દઈએ કે, તેમની ડેટિંગની અફવાઓ ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે ક્રિકેટરે ભૂલથી માહિરાના ઈન્સ્ટાગ્રામ ફોટામાંથી એકને લાઈક કરી દીધો. એ વાત અલગ છે કે બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરતા નથી, છતાં એક લાઈકને કારણે તેમના રોમેન્ટિક કનેક્શનની ચર્ચા થાય છે. આ ડેટિંગ અફવાઓ પર બંનેએ હજુ સુધી પોતાનું મૌન તોડ્યું નથી, પરંતુ માહિરાની માતાનું નિવેદન સામે આવ્યું છે.
માહિરાની માતાએ દીકરીના ડેટિંગની અફવાઓ પર મૌન
મીડિયા સાથે વાત કરતી વખતે માહિરા શર્માની માતાએ તેમની પુત્રીના રિલેશનશિપ સ્ટેટસ પર સ્પષ્ટતા આપી છે. માહિરા અને મોહમ્મદ સિરાજના અફેર વિશે પૂછવામાં આવતા તેમને કહ્યું, ‘શું?’ તમે શું કહી રહ્યા છો? આ બરાબર નથી. લોકો કંઈ પણ કહે. મારી દીકરી એક સેલિબ્રિટી છે તેથી લોકો તેનું નામ કોઈની પણ સાથે જોડે છે. તો શું આપણે આ માનવું જોઈએ?’ માહિરા શર્માની માતાએ આ સમાચારોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે અને ડેટિંગની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે.


