- સરદારબાગની સામે જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષાનો વીડિયો
- મોરબી પોલીસનો કેટલો ડર છે એ પ્રશ્ન સર્જતો વીડિયો
- સંસ્કારોનું વસ્ત્રાહરણ મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય
મોરબી શહેરનો શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં મોરબીમાં એક છોકરી સાથે રિક્ષાચાલક શારીરિક અડપલાં કરી રહ્યો હોય એવું દેખાઇ રહ્યુ છે.
આ અંગેની માહિતી અનુસાર, મોરબીના સરદારબાગ વિસ્તારાનો આ વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સરદારબાગ ની સામે જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં છોકરી સાથે એક પુરુ। અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ વાયરલ થયેલો વીડિયો દ્વારા જાણે મોરબી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે.
આ તરફ લોકો કહી રહ્યાં છે કે મોરબીમાં હવે પોલીસનો કોઇને કોઇ ડર નથી. સંસ્કારોનું વસ્ત્રાહરણ મોરબીવાસીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જેની સાથે જ મોરબી પોલીસ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે.


