સવારે નાસ્તો હંમેશા કરવો જોઇએ. સવારનો નાસ્તો કરવાથી દિવસભર એનર્જી રહે છે. એવામાં કહેવામાં આવે છે કે સવારે એવો નાસ્તો કરવો કે જે પોષણથી ભરપૂર હોય. કેટલાક ઘરોમાં તો આલુ પરાઠા, પુરી શાક, છોલે ભટૂરે જેવા નાસ્તા કરવામાં આવે છે. તો કોઇ પૌંઆ, ઇડલી અને ઉપમા જેવી વાનગીઓ ખાય છે. ત્યારે ઇડલી અને ઉપમા એવા નાસ્તા છે જેમાં પોષક તત્વો ભરપૂર હોય ચે. આનાસ્તો સાઉથમાં વધારે ખવાય છે.
પોષક તત્વોથી ભરપૂર ઈડલી
ઇડલી અને ઉપમા હેલ્ધી નાસ્તાની લિસ્ટમાં ઉપર છે.ફિટનેસના શોખીનો આ બંને નાસ્તા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. બંને વચ્ચે પોષક તત્વોમાં થોડો તફાવત છે. ઈડલી ચોખાના લોટ અને સોજીમાંથી બનેલો નાસ્તો છે. તે ખૂબ જ હળવો અને પોષક તત્વોથી ભરપૂર છે. ઈડલી કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત, તેમાં પ્રોટીન, ડાયેટરી ફાઇબર, આયર્ન, વિટામિન બી અને કેલ્શિયમ પણ જોવા મળે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે ઈડલી એક સારો વિકલ્પ છે, કારણ કે તેને તેલ વગર બાફીને રાંધવામાં આવે છે. ઉપરાંત, તેમાં કેલરી ઓછી હોય છે.
ઉપમા ફાઇબરથી ભરપૂર
ઉપમા વિશે વાત કરીએ તો, તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત, તેમાં ઘણા પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પોષક તત્વો પણ વધે છે. ઉપમા ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત પણ છે, જેના કારણે તે પચવામાં સરળ છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ફાઇબરની હાજરીને કારણે, તે વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ ફાયદાકારક છે.
ઈડલી અને ઉપમામાંથી બેસ્ટ કયુ?
જોકે ઈડલી અને ઉપમા બંને સ્વસ્થ વિકલ્પો છે. પરંતુ જો કોઈ એક પસંદ કરવાની વાત આવે છે, તો ઈડલી ઉપમા કરતાં થોડી સારી છે. આનું કારણ એ છે કે ઈડલી બનાવવા માટે તેલની જરૂર નથી અને આથા વાળી વસ્તુ છે. તેને બનાવવા માટે સોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ગ્લુટેન ફ્રી છે. આ ઉપરાંત, ઈડલી ઓછી ચરબીવાળી અને પ્રોબાયોટિક સમૃદ્ધ છે. આથી ઇડલી ખાવી વધારે સારી છે. જો કે તમે ઉપમાને એક સારો વિકલ્પ પણ ગણી શકો છો. ઉપમા સોજીમાંથી પણ બનાવવામાં આવે છે. તેમાં અનેક પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેનું પોષણ વધે છે. ફાઇબરથી ભરપૂર હોવાથી, ઉપમા વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે. તમે તમારી જરૂરિયાત મુજબ ઇડલી અને ઉપમા ખાઈ શકો છો.


