ઉત્તરી આફ્રિકાના દેશ મોરોક્કોમાં મંગળવારે થયેલા એક દુખદ ઘટનામાં 19 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર મસ્સિરા-જૌઆઘા જિલ્લામાં બે રહેણાંક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઇ ગઇ, જેના કાટમાળમાં અનેક લોકો ફસાયા. આખી રાત ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ મૃત્યુઆંક વધી ને 19 સુધી પહોંચ્યો, જેમાં ચાર બાળકો પણ સામેલ છે. આ ઘટના મંગળવાર રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બનવા પામી.
અનેક લોકો થયા ઘાયલ
આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમની સારવાર ચાલી રહી છે. પોલીસ અને ત બચાવ દળો આખી રાત કામે લાગ્યા હતા. ઇન્ટરનેટ પર સામે આવેલા અનેક વીડિયોની અને ફોટોમાં કાટમાળ હટાવવા તથા જીવિત બચેલા લોકોને શોધવા માટે ચાલતા રેસ્ક્યૂ પ્રયાસોને જોઈ શકાય છે. આ ઘટનાએ સમગ્ર મોરોક્કોમાં આઘાત અને રોષ ફેલાવ્યો છે, ખાસ કરીને કારણ કે અધિકારીઓએ હજુ સુધી તેના ચોક્કસ કારણોની પુષ્ટિ કરી નથી.
આવા અનેક વખત બની ચૂક્યા છે બનાવ
રહેણાંક બિલ્ડિંગની ડિઝાઇન નબળી હતી, જોકે આ કારણની હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મંગળવાર રાત્રે થયેલો આ અકસ્માત પહેલો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં મોરોક્કોમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ચૂકી છે. આ વર્ષે ઑક્ટોબરમાં કાસાબ્લાંકાના જૂના મદીના વિસ્તારમાં થયેલી એક દુખદ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ રીતે મે 2025માં ફેસ શહેરમાં થયેલા બીજા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા હતા.
આ પણ વાંચોઃ Japan: મહાભૂકંપની અપાઇ ચેતવણી, મોટી આપત્તિની આશંકા, 2011 જેવી પરિસ્થિતિનો ભય..


