- આફ્રિકામાં ફાઈવ-જી સેવાઓને રિલાયન્સ કંપની લોંચ કરશે
- ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિ લાવ્યા બાદ હવે મુકેશ અંબાણી આફ્રિકા તરફ વળ્યા
- રિલાયન્સનું એક યુનિટ ધાનામાં ફાઈવ-જી સેવા પૂરી પાડવા કામ કરશે
રિલાયન્સ જિયોથી દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ લાવનાર મુકેશ અંબાણી હવે એક ટેલિકોમ વેંચરની સાથે આફ્રિકામાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે. જેથી આ હેઠળ રિલાયન્સના એક યુનિટે ઘાનામાં ફાઈવ-જી બ્રોડબ્રેન્ડ સર્વિસેઝને લોંચ કરવામાં મદદ કરશે.
મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક યુનિટ રેડિસિસ કોર્પ આ કામ કરનાર છે. આના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હરકીરતસિંહે સોમવારે જણાવ્યું કે ઘાનામાં નેક્સ-જેન-ઈન્ફ્રા માટે મહત્ત્વનું નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એપ્લિકેશન અને સ્માર્ટફોન્સ પૂરા પાડશે.
એશિયાના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીએ જ્યારે ભારતમાં જિયો લોંચ કર્યું ત્યારે દેશની મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બદલી દીધી હતી. હલે તેમને આફ્રિકામાં એન્ટ્રી કરવાનું મન બનાવ્યું છે. મળતી માહિતી અનુસાર, તેમની કંપની રિલાયન્સના એક યુનિટે ઘાનામાં ફાઈવ-જી સર્વિસેઝ માટે કામ કરશે. જેથી ઘાનામાં જિયો જેવી સેવા મળી રહે.
આફ્રિકાના ઘાનામાં ત્રણ મોબાઈલ ઓપરેટર
ધાના એક પશ્ચિમ આફ્રિકન દેશ છે, જેની વસ્તી 3.3 કરોડની આસપાસ છે. અહીં ત્રણ મુખ્ય ઓપરેટર્સ છે જેમાં એમટીએના ધાના, ટેલીસેલ ધાના અને એટી છે. એટીનું નામ પહેલા એરટેલ ટિગો હતું. પરંતુ ગત વર્ષે ભારતીય એરટેલ લિમિડેટ અને મિલિકોમ ઈન્ટરનેશનલ સેલ્યુલરે પોતાનો હિસ્સો વેચી દીધો છે. ત્યારબાદ આનું નામ એટી થઈ ગયું હતું.
સરકારનું આવું આયોજન
ઉલ્લેખનીય છે કે ઘાનાની સરકારે આગામી છ વર્ષમાં સમગ્ર દેશને ડિજિટલ માધ્યમોથી જોડવાની મહત્ત્વકાંક્ષી યોજનાઓ બનાવી છે. જે હેઠળ એનસીઆઈસી લોકોને સસ્તા મોબાઈલ બ્રાંડબેંડ સેવાઓ અને ડિવાઈસેઝ ઉપલબ્ધ કરાવશે. એનજીઆઈસીના સ્ટ્રેટેજિક પાર્ટનર્સમાં નોકિયા ઓવાઈઝે, ટેક મહિન્દ્રા લિમિટેડ અને માઈક્રોસોફટ કોર્પોરેશન પણ સામેલ છે.


