- અધિકારીની આવકના જાહેર સ્રોત કરતાં 36 ટકા મિલકતો વધુ
- સીબીઆઈએ બંને સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યો છે
- સીબીઆઈએ તત્કાલીન પીઆઈ સંદીપકુમાર સામે લાંચનો ગુનો નોંધીને ધરપકડ કરી
દીવમાં ફરજ બજાવતા મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજની અને અને તેમની પત્ની કિરણ અંજની ઉર્ફે કુશુમ અંજની સામે મુંબઈ સીબીઆઈએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. સીબીઆઈની તપાસમાં મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ તેમની આવક કરતા કુલ 36 ટકા એટલે કે, 71 લાખની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. દીવમાં ફરજ બજાવતા મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજની સામે અપ્રમાણસર સંપત્તિ અંગે ગાંધીનગર સીબીઆઈમાં અરજી આવી હતી.જેની ગાંધીનગર સીબીઆઈના એન્ટિ કરપ્શન બ્રાન્ચ, યુનિટ -1ના પીઆઈ સંદીપ કુમાર તપાસ કરતા હતા. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજનીની તરફેણમાં રિપોર્ટ આપવા માટે દસ લાખની લાંચની માંગણી કરી હતી.સીબીઆઈએ માર્ચ 2023માં લાંચનું છટકુ ગોઠવતા પીઆઈ સંદીપ કુમાર ઓફિસથી નાસી ગયા હતા. બીજી તરફ સીબીઆઈએ તત્કાલીન પીઆઈ સંદીપકુમાર સામે લાંચનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જેના લીધે મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજની સામે અપ્રમાણસર મિલકતોની તપાસ વિલંબમાં પડી ગઈ હતી.
દીવમાં જ મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજની અને અને તેમની પત્ની કિરણ અંજની ઉર્ફે કુશુમ અંજનીએ મિલકતો વસાવી હોવાનો અને બેંકના સ્ટેટમેન્ટ મેળવ્યા હતા.જેમાં બન્ને જણાના પાસે કુલ 71 લાખ એટલે કે આવક કરતા કુલ 36 ટકા વધુ હોવાનું બહાર આવ્યુ હતુ.જેના પગલે મુંબઈ સીબીઆઈએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
સુકર અંજનીએ CBI અધિકારી સામે લાંચની ફરિયાદ કરેલી
દીવમાં ફરજ બજાવતા મત્સ્યોદ્યોગ વિભાગના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ 22મી માર્ચ 2023ના રોજ દિલ્હી CBIને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં એવો કરવામાં આવ્યો છે કે ગાંધીનગર સીબીઆઈમાં લાંચ વિરોધી શાખામાં ફરજ બજાવતા પીઆઈ સંદીપ કુમારએ અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપોની તપાસ કરવા માટે રૂ. 10 લાખની લાંચની રકમની માંગણી કરી હતી.જેમાં CBIએ જ CBIના PI સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.