લોકોમાં આજકાલ ખાનપાનની આદતો બદલાઈ છે. શરીર સ્વસ્થ રાખવા ખોરાક ખાઈએ છીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનાથી શરીરને પોષણ મળે છે. રોજિંદા લેવાતા ખોરાકમાં વિટામિન, ખનિજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ સહિતના પોષક તત્વો રહેલા હોય છે. કયારેક આ વિટામિન સહિતના આ પોષકતત્વોનું શરીરમાં અસંતુલન થતા આપણે બીમારીના શિકાર થઈએ છીએ. લોકો સ્વાદના ચકકરમાં અયોગ્ય આહાર લેતા કેટલીક વખત દુર્લભ બીમારીના શિકાર થાય છે. અને એટલે લોકોમાં સ્વસ્થ આહાર પ્રત્યે જાગૃકતા લાવવા ન્યુટ્રીશિયન વીક મનાવવામાં આવે છે.
ન્યુટ્રીશિયન વીક ઉજવવાનો ઉદેશ્ય
ભારતમાં દરવર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ (ન્યુટ્રીશિયન વીક)ઉજવવામાં આવે છે. 7 દિવસ ચાલતા આ ન્યુટ્રિશિયન વીકનો ઉદેશ્ય સ્વસ્થ જીવનશૈલી અપનાવવા લોકોમાં સંતુલિત આહાર વિશે જાગૃતિ લાવવાનો છે. આજે લોકો જંકફૂડ, સોફ્ટ ડ્રિંક્સ અને આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવા લાગ્યા છે. તેમજ સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોમાં લેટ નાઈટ જાગવાની આદત પડી છે. આ બાબતોના કારણે લોકોમાં આજે કેન્સર, ડાયાબિટીસ જેવી દુર્લભ બીમારીનું પ્રમાણ વધ્યું છે.
‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ આ વર્ષની થીમ
1982 માં ભારતમાં પ્રથમ વખત ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ ઉજવવામાં આવ્યો હતો. અને ત્યાર બાદથી દર વર્ષે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ ઉજવવાની શરૂઆત થઈ. આ ઉપરાંત રાષ્ટ્રીય પોષણ સપ્તાહ માટે દર વર્ષે એક ખાસ થીમ પણ રાખવામાં આવે છે. આ થીમ રાખવાનો ઉદેશ્ય જે – તે સમયે ચાલતી હેલ્થ સમસ્યાને સમાવવાનો છે. આ થીમ પ્રમાણે ‘રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’માં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની થીમ ‘સારા જીવન માટે યોગ્ય ખાઓ’ રાખવામાં આવી છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


