- શિયાળાની શરુઆતમાં અનુભવાશે બેવડી ઋતુ
- સવારે ઠંડી તો બપોરે સહન કરવી પડશે ગરમી
- આગામી 4 દિવસ 36થી 37 ડિગ્રી ગરમી રહેવાની સંભાવના
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. શિયાળાની શરુઆતમાં બેવડી ઋતુ અનુભવાશે. સવારે ઠંડી તો બપોરે ગરમી સહન કરવી પડશે. રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ 36થી 37 ડિગ્રી ગરમી રહેવાની સંભાવના છે.
વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી તો બપોરે ગરમીની અસર દેખાઇ
રાજ્યમાં વરસાદથી રાહત પરંતુ ગરમી સહન કરવી પડશે. તેમજ રાજ્યમાં હવે વરસાદની શકયતા નહિવત છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો વર્તારો જોવા મળશે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી તો બપોરે ગરમીની અસર દેખાઇ છે. આગામી 4 દિવસ ગરમીનો પારો 36 થી 37 ડીગ્રી રહેશે. રાજ્યમાં હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુ એટલે ગરમી અને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તો બીજી બાજુ રાજ્યમાં નવરાત્રીનો પર્વ પણ શરૂ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે.
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ
હવામાન વિભાગે અમદાવાદના હવામાન અંગે અને હજી ક્યાં ક્યાં વરસાદી માહોલ જામશે તે અંગે પણ અનુમાન કર્યું છે. આ સાથે તેમણે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, બનાસકાંઠા, સાબરકાંઠાના એકાદ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવાવમાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને એકાદ જગ્યાએ વરસાદ થવાની આગાહી છે. જો વરસાદ થશે તો પણ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. આ ઉપરાંતના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
લઘુત્તમ તાપમાન આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના
હવામાન વિભાગે રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદી કોઇ સિસ્ટમ સક્રીય નથી. પરંતુ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ તરફ અમદાવાદનું વાતાવરણ ઘણું સારું રહેશે. જ્યાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. રાજ્યમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આ સાથે લઘુત્તમ તાપમાન આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેશે.