નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. જલાલપોર અને નવાસારી તાલુકામાં વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે. આ સાથે ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે. ભારે વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. આ સિવાય વાંસદા તાલુકામાં પણ સવારથી અત્યાર સુધી 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
નવસારી શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો
નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધતા શહેરીજનો ચિંતામાં વધારો થયો છે. વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. નવાસારીમાં સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે ડેમ અને ચેકડેમો પાણીથી છલકાય ગયા છે, વહેલી સવારથી વરસાદના લીધે ફરીથી પૂર્ણા નદીની જળસપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે, આ હળવા વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા નથી જેના કારણે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.