NEET માં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહોતી. ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે, પેપર લીંક થયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીના ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, NEET આપનાર ૨૪ લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે. NEETમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠ જેમાં ‘પૈસા દો, પેપર લો’ નો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે. શું NEET નું પેપર લીંક થયું હતું ? શું તેની તપાસ થઈ ? જો પેપર લીકની વાત સાચી ન હોય તો, પછી બિહાર પટણામાં FIR દાખલ થઈ, ૧૯ જણાની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે અમોને NEET પ્રશ્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું તો પછી આ સમગ્ર બાબતે NTA અને કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી ? શા માટે છુપાવી રહ્યાં છે ? પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ ? ૨૪ લાખ વિદ્યાર્થીઓ NEET આપે છે ત્યારે માર્કસ અને રેંકના આ ખેલમાં સફળતા માટે રાત દિવસ મહેનત કરનારના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. સમગ્ર NEET માં થયેલ ગેરરીતિ, ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે.


