- શ્રમિકો કામ કરતા રહ્યાં કોઇ દેખભાળ કરવા ન ફરક્યું
- અધિકારીઓ માત્ર કામગીરી સોંપીને સંતોષ માની લે છે
- કામગીરીની ચકાસણી કરવાની નથી લેવાતી દરકાર
સુરેન્દ્રનગર નગરપાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. જેમાં ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં શ્રમિકો કામ કરતા રહ્યાં કોઇ દેખભાળ કરવા પણ ફરક્યું ન હતુ. જેમાં અધિકારીઓ માત્ર કામગીરી સોંપીને સંતોષ માની લે છે.
કામગીરીની ચકાસણી કરવાની દરકાર પણ લેવામાં આવતી નથી
કામગીરીની ચકાસણી કરવાની દરકાર પણ લેવામાં આવતી નથી. વરસાદમાં ડામર રોડ પર ચોટે નહીં તો પણ કામગીરી ચાલુ રાખી છે. જેમાં વોર્ડ નં 9માં ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી ચાલુ રાખતા લોકોમાં રોષ ફેલાયો છે. તેમાં સુરેન્દ્રનગર પાલીકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ચાલુ વરસાદે ડામર રોડ બનાવ્યાં છે. ડામર સાથે પાણીમાં કોઇ કામગીરી થાય નહી. તેમજ પાણી વચ્ચે ડામર રોડ પર ચોટે નહીં તોય કામગીરી ચાલુ રાખી છે.
વોર્ડ નં 9 માં રોડની કામગીરી ચાલુ
વોર્ડ નં 9 માં રોડની કામગીરી ચાલુ હતી. તેમાં પાલિકા પ્રમુખ, પાલીકા ચીફ ઓફિસર કે પાલીકાના એન્જિનિયર કોઇ હાજર હતુ નહી. વોર્ડના સભ્યો પણ ગેરહાજર રહ્યાં છે. ત્યારે લોટ પાણી અને લાકડા જેવી પાલીકાની કામગીરી સામે આવી છે. તેમજ આ રોડ 15 દિવસ પણ ન ટકે તો પણ ચાલુ વરસાદે પ્રજાના ટેક્સના પૈસાનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરને રોડના રૂપિયા ચુકવવામાં આવશે તથા ફરી રોડ બનાવી ડબલ રૂપિયા ખંખેરવાનો કારશો રચવામાં આવ્યો તેમ લોક ચર્ચા શરૂ થઇ છે.