- પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ
- ન્યૂઝીલેન્ડે 2 T20 જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી
- ન્યૂઝીલેન્ડે બીજી T20માં પાકિસ્તાનને 21 રને હરાવ્યું
પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી બીજી T20માં ડેરિલ મિચેલે એવો સિક્સર ફટકારી કે બોલ સીધો જઈને કેમેરામાં અથડાઈ ગયો. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 21 રને હરાવ્યું. મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન મિચેલે શાનદાર સિક્સર ફટકારી હતી, જેના કારણે કેમેરામેનને નુકસાન થયું હતું.
મેચની પ્રથમ ઇનિંગ દરમિયાન, ડેરિલ મિચેલે 11મી ઓવરમાં અબ્બાસ આફ્રિદી પર લોંગ ઓન પર શોટ રમ્યો, બોલ સીધો કેમેરા સાથે અથડાયો હતો, જેના કારણે કેમેરામેન નાખુશ દેખાયો. મિચેલના આ છગ્ગાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં મિચેલે 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 17 રનની ઇનિંગ રમી હતી. તે ટીમ માટે મોટું યોગદાન આપી શક્યો ન હતો. સિરીઝની પ્રથમ મેચમાં મિચેલે પાકિસ્તાન સામે 61 રનની ઇનિંગ રમી હતી.
ન્યુઝીલેન્ડે સતત બીજી મેચ જીતી હતી
બીજી T20માં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી યજમાન ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 194 રન બનાવ્યા હતા. ટીમ માટે ફિન એલને 41 બોલમાં 74 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં તેણે 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન 19.3 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પૂર્વ કેપ્ટન બાબર આઝમે ટીમ માટે 66 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી, જે ટીમને જીતની સીમા પાર કરી શકી નહોતી. ફખર ઝમાને 25 બોલમાં 3 ફોર અને 5 સિકસરની મદદથી 50 રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાને 2-0થી લીડ મેળવી
ન્યૂઝીલેન્ડે પ્રથમ T20માં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું. યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની પ્રથમ T20 મેચ 46 રને જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડે સતત 2 T20 જીતીને 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે. હવે જો ન્યુઝીલેન્ડ ત્રીજી મેચ જીતી જશે તો સીરીઝ પોતાના નામે કરી લેશે


