- અલ નિનોના કારણે તાપમાન ઊંચૂં રહેશે પણ આ વર્ષે વરસાદ સારો રહેશે
- જોકે માર્ચ મહિના દરમિયાન ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની નહીંવત શક્યતા
- માર્ચ મહિનામાં કેટલાક રાજ્યોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને આંબી જશે
ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે અલ નિનોના ઓછા પ્રભાવને કારણે ઉનાળાની શરૂઆત સામાન્ય કરતાં ઊંચા તાપમાન અર્થાત ભીષણ ગરમી સાથે થશે અને સમગ્ર ઉનાળા દરમિયાન આ સ્થિતિ ચાલુ રહેશે. દક્ષિણ ભારતના તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરીય અંતરિયાળ કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્ર અને ઓડિશાના ઘણાબધા વિસ્તારોમાં હીટવેવના દિવસોનું પ્રમાણ સામાન્ય કરતાં ઊંચૂં રહેશે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ઉનાળાની શરૂઆતમાં ભીષણ ગરમી પડી શકે છે. જોકે અલનિનોની સ્થિતિ વરસાદ માટે અનુકૂળ છે. માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની પણ શક્યતા છે. અર્થાત આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ ઊંચૂં રહેશે, પરંતુ આ વર્ષે વરસાદ માટે સારા સંકેત છે. હાલમાં અલ નિનોનો પ્રભાવ નબળો પડી રહ્યો છે.
અલ નિનોની સ્થિતિ પર જ આધાર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચથી મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઊંચૂં રહેશે. પરંતુ એપ્રિલમાં જારી થનારા અનુમાનમાં જ સાચી સ્થિતિ સામે આવશે. અલ નિનોનો પ્રભાવ નબળો પડશે તો આવનારો વરસાદ ગરમીમાં રાહત આપી શકે છે. પરંતુ અલ નિનોના પ્રભાવને કારણે ચોમાસું બેસવામાં વિલંબ થશે તો તાપમાન ઊંચૂં રહેવાની સંભાવના છે.
15 માર્ચ પછી અચાનક તાપમાન ઊંચૂં જશે
હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે 15 માર્ચ પછી તાપમાનમાં અચાનક વધારો થવા લાગશે. માર્ચના અંતિમ સપ્તાહમાં સામાન્ય તરતાં ઊંચૂં તાપમાન નોંધાશે. માર્ચ મહિનાની શરૂઆતથી જ મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને આંબી જશે.


