ઉત્તર કોરિયાના ક્રૂર શાસક કિમ જોંગે આ અંગેનો આદેશ આપ્યો
વિદેશી ટીવી સિરીયલ, ફિલ્મ, ગીતો ઉત્તર કોરિયામાં પ્રતિબંધિત છે
બાળકો ચોરી છૂપીથી વિદેશી ફિલ્મો જોતા માર્યા હોવાનો ખુલાસો
અમેરિકા અને સાઉથ કોરિયાની ફિલ્મો કે ડ્રામા જોવા ઉત્તર કોરિયાના બાળકો માટે યમરાજા સાથે પડકાર લેવું કામ બની ગયું. ઉત્તર કોરિયામાં એક રિપોર્ટમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો પ્રમાણે વિદેશી ટીવી સિરીયલ જોતા 30 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કેટલો ખતરનાક છે એતો આખી દુનિયાને જાણ છે. તેના કૃત્યો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ઉત્તર કોરિયામાં વાળ કપાવવાને લઈ ખાવા-પીવા, ટીવી જોવાના બધા નિયમ છે. જે પણ ભૂલ થઈ તેને મોતની સજા મળવાની મોટી વાત નથી. આવો જ એક મામલો ફરી સામે આવ્યો કે જેમાં દાવો કરાયો કે તેને વિદેશી ટીવી સિરીયલ જોવા પર 30 બાળકોને મોતની સજા આપી છે.
વર્ષ-2024ના શરૂઆતમાં જ કિમ જોંગે દક્ષિણ કોરિયાએ પોતાના દુશ્મન નંબર એક જાહેર કર્યો હતો. નોર્થ કોરિયામં સાઉથ કોરિયાનું ગીત સાંભળવું, ફિલ્મ જોવી ગુનાની કક્ષામાં આવે છે. ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાના ડ્રામા પ્રસારિત નથી કરાતા. છતાં કોઈ તસ્કર આને પેન ડ્રાઈવમાં લાવીને નોર્થ કોરિયાના બાળકોને મોંઘી કિંમતો પર વેચે છે. કારણ કે, નોર્થ કોરિયાના બાળકો આ ડ્રામા અને સિરીયલને જોવી પસંદ કરે છે.
દક્ષિણ કોરિયાના રિપોર્ટમાં ખુલાસો થયો
તાજેતરમાં દક્ષિણ કોરિયામાંથી રિપોર્ટમાંથી મળતી વિગતો પ્રમાણે ઉત્તર કોરિયાએ સાઉથ કોરિયાના ડ્રામા ડોવા પર મિડલ સ્કૂલના 30 બાળકોને મોતના ઘાટ ઉતારી દીધા છે. જો કે દક્ષિણ કોરિયાના અધિકારીઓએ આ દાવા પર કોઈ ટિપ્પણી નથી કરી. સાઉથ કોરિયાના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર કોરિયામાં શું થઈ રહ્યું છે આ રિપોર્ટ એ વાતનો પુરાવો છે.
ઉત્તર કોરિયામાં વિદેશી ફિલ્મ જોવાનો શું છે નિયમ ?
મળતી માહિતી અનુસાર, ઉત્તર કોરિયામાં એક કાયદો છે જે નક્કી કરે છે કે કોઈપણ દેશનો નાગરિક દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાનનું કલ્ચર ન અપનાવી શકે. જો કોઈ વ્યકિત આ નિયમો તોડે તો તેની વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે છે. દક્ષિણ કોરિયાનું ગીત સાંભળતા પહેલા પણ ઉત્તર કોરિયામાં મોતની સજા આપવાનો મામલો સામે આવી ચુક્યો છે. યુનોના વર્ષ-2022ના રિપોર્ટમાં ઉલ્લેખ છે કે નોર્થ કોરિયાના એક શખ્સને માત્ર એટલે ગોળી મારી દેવાઈ, કારણ કે, તે સાઉથ કોરિયાનો ડ્રામા શો વેચી રહ્યો હતો.


