- સ્કૂલોના બાળકો રંગાયા શ્રી રામની ભક્તિના રંગમાં
- અમદાવાદની સ્કૂલમાં બાળકો બોલી રહ્યા છે જય શ્રી રામ
- નિકોલની સ્કૂલમાં હાજરી વખતે યસ સર નહિ જયશ્રી રામ
અમદાવાદના નિકોલમા આવેલી ગણેશ વિધાલયના બાળકો હાજરી પૂરતી વખતે હવે યસ સર નહી, પણ બોલી રહ્યા છે જયશ્રી રામ,જી તમને સાંભળીને નવાઈ લાગશે પણ બાળકો પોતે જ હાજરી પુરાવતી વખતે જયશ્રી રામ બોલી રહ્યા છે,અયોધ્યામાં રામ બિરાજમાન થયા બાદ, દેશની સાથે સ્કૂલોમાં પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
બોલો જયશ્રી રામ
નિકોલની ગણેશ વિધાલયના બાળકો જયશ્રી રામના નારા સાથે શાળાનો વર્ગખંડ ગુંજાવી રહયા છે,જે વિડીયો છે,તેમા દેખાઈ આવે છે કે,જે વિધાર્થી અથવા વિધાર્થીનીનો રોલ નંબર આવે એટલે તરત જ એક હાથ ઉંચો કરીને જયશ્રી રામ બોલી રહ્યા છે,તો શાળા સંચાલકો પણ આ વાતને લઈ ગર્વ અનુભવી રહ્યા છે,કેમકે તેમના વિધાર્થીઓ અત્યારથી જ ભગવાન શ્રી રામના રંગમા રંગાઈ રહ્યા છે.તો આ જયશ્રી રામના નારા એક દિવસ માટે નહી,પણ રોજ આજ રીતે હાજરી પુરાઈ રહી છે.
સમગ્ર વિશ્વના રામ
અયોધ્યામાં જે દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસથી સમગ્ર દેશમા ભગવાન શ્રી રામનો માહોલ બની ગયો છે,જયા જુઓ ત્યાં લોકો ભગવાન રામનુ નામ લઈ તેમને યાદ કરી રહ્યા છે,તો નિકોલની ગણેશ શાળાની જેમ અન્ય શાળાના વિધાર્થીઓ પણ આજ રીતે હાજરી પુરાવી શકે છે.બાળકોની ભણવાની સાથે સાથે ધર્મના પણ સંસ્કાર મળે તો બાળક એક સારા માર્ગ પર જઈ શકે છે,


