- અરજીઓનો 2 દિવસમાં નિકાલ કરવા આદેશ
- અરજદારોએ મુખ્ય ઝોનલ કચેરીમાં નાણાં ભરવા ફરજિયાત
- પશુ પકડનારા શ્રમિકોને એક દિવસમાં રૂ.565 ચૂકવાશે
ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મુદ્દે AMC એક્શનમાં આવી છે. જેમાં હવે લાયસન્સ ન હોય તેવા પશુ શહેર બહાર મોકલવા આદેશ આપ્યો છે. એટલું જ નહીં કામગીરીમાં વિક્ષેપ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. જો હવે અમદાવાદ શહેરમાં પશુ માલિકો બે દિવસમાં ઢોર રાખવાનું લાઈસન્સ નહીં લે તો કાર્યવાહી થશે. લાયસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા પડશે.
અમદાવાદના રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ કોર્પોરેશને ઘડેલી નીતિમાં કેટલો સુધારો કર્યો છે. એટલું જ નહીં પશુ રાખવા લાયસન્સ માટેની અરજીનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.
AMC દ્વારા તૈયાર કરવામાં આવેલી નીતિ મુજબ હવે લાયસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા પડશે. બે દિવસમાં લાઈસન્સ વિનાના ઢોરને શહેરની હદ બહાર ખસેડવા માટે પશુ માલિકોને આદેશ કરાયો છે. એટલું જ નહીં જો પશુ માલિકો બે દિવસમાં ઢોરને શહેર બહાર નહીં ખસેડે તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે.
આ ઉપરાંત AMC દ્વારા ઢોર પકડ પાર્ટી 8 કલાક ઢોર પકડવાની કામગીરી કરશે. આ ઢોર પકડવાની કામગીરી સમયે જો કોઈ પશુ માલિક અડચણરૂપ બનશે તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર માર્ગ પર ઘાસચારાના વેચાણ અને પશુઓને ખવડ઼ાવવા પર પ્રતિબંધ મુકાયો છે.