- વિમાનમાં મુસાફરી કરતા પહેલા વજન કરવાનું રહેશે
- યુરોપની એક એરલાઈને ફ્લાઈટમાં જતા પહેલા તેના મુસાફરોનું વજન માપવાનું શરૂ છે
- યુનાઈટેડ એરલાઈન્સે મુસાફરોના વધતા વજનને કારણે ફ્લાઈટ્સમાં કેટલીક બેઠકોને બ્લોક કરી
જો ફ્લાઈટમાં બોર્ડિંગ કરતી વખતે તમને એમ કહીને રોકવામાં આવે કે તમે જાડા છો, તમારું વજન વધારે છે તેથી તમે મુસાફરી કરી શકતા નથી. પરંતુ આ કોઈ મજાક નથી, તે સંપૂર્ણ સત્ય છે. હા, યુરોપની એક એરલાઈને ફ્લાઈટમાં ચઢતા પહેલા તેના મુસાફરોનું વજન માપવાનું શરૂ કરી દીધું છે.
સામાન્ય રીતે, વિમાનમાં મુસાફરી કરતા લોકો તેમના સામાનના વજન અંગે વિશેષ સાવચેતી રાખે છે. કારણ કે યાત્રીઓ ફ્લાઈટમાં ચઢતી વખતે કોઈપણ પ્રકારની પરેશાનીથી બચવા માટે આવું કરે છે. પરંતુ યુરોપની એક એરલાઈને ફ્લાઈટમાં ચઢતા પહેલા તેના મુસાફરોનું વજન માપવાનું શરૂ કરી દીધું છે.
યુરોપિયન એરલાઈન ફિનાઈરે જાહેરાત કરી છે કે તે હવે દરેક ફ્લાઇટ પહેલા તેના મુસાફરોનું વજન કરશે. ફિનાયરના પ્રવક્તા કૈસા તિક્કાકેને જણાવ્યું હતું કે પ્લેનમાં ચઢતા પહેલા મુસાફરોનું વજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અઠવાડિયે સોમવારે હેલસિંકી એરપોર્ટ પર આ માપન શરૂ થયું. અત્યાર સુધીમાં આ અભિયાનમાં 500થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો છે.
એરલાઈને કહ્યું કે એરક્રાફ્ટના કુલ વજનની ગણતરી કરવી, જેમાં ઈંધણ, ચેક્ડ બેગેજ, કાર્ગો, ઓનબોર્ડ કેટરિંગ, પાણીની બોટલ અને ગ્રાહકોનું વજન પણ સામેલ છે. નિષ્ણાતોએ કહ્યું કે સુરક્ષિત હવાઈ મુસાફરી માટે ફ્લાઇટનું વજન સંતુલિત હોવું જરૂરી છે. જોકે, એરલાઈને મુસાફરોને કહ્યું છે કે તેમનું વજન માત્ર ચેકિંગ સ્ટાફને જ દેખાશે. બીજું કોઈ આ જોશે નહીં.
આની પહેલા પણ થયું હતું
હા, અગાઉ યુનાઈટેડ એરલાઈન્સે મુસાફરોના વધતા વજનને કારણે ફ્લાઈટ્સમાં કેટલીક બેઠકોને બ્લોક કરવાનું શરૂ કર્યું હતું. અન્ય એરલાઇન, ઈઝીજેટે લેંગ્રેટથી લિવરપુલની ફ્લાઇટ પહેલાં હવામાનની સ્થિતિને કારણે 19 મુસાફરોને બીજી ફ્લાઇટમાં મુસાફરી કરવાનું કહ્યું હતું.


