- ખરોડ ગામમાં હાર્ટ એટેકથી 65 વર્ષીય વૃદ્ધનું મોત
- વોશરૂમમાં ગયેલા દશરથભાઈ પટેલને હાર્ટ એટેક આવ્યો
- નવરાત્રિમાં 108ને હાર્ટએટેક સંબંધિત 450થી વધુ કોલ મળ્યા
મહેસાણામાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. જેમાં વિજાપુરમાં વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં ખરોડ ગામમાં હાર્ટ એટેકથી 65 વર્ષીય વૃદ્ધનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સવારે વોશરૂમમાં ગયેલા દશરથભાઈ પટેલને હાર્ટ એટેક આવ્યો
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં હાર્ટ એટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. વહેલી સવારે વોશરૂમમાં ગયેલા દશરથભાઈ પટેલ નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં વધારો થયો છે. હાર્ટ એટેક ગુજરાતમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 25થી 45 ઉંમરના યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે. ગાભા ગામના નિકુંજ પરમારનું હાર્ટ એટેકથી મોત થતાં ગામમાં હાહાકાર મચી ગયો છે.
નવરાત્રિમાં 108ને હાર્ટએટેક સંબંધિત 450થી વધુ કોલ મળ્યા
નવરાત્રિમાં અત્યાર સુધી 473 લોકોને હાર્ટ એટેક સંબંધિત હોવાની ફરિયાદ મળી છે. પહેલા નોરતાથી આઠમા નોરતા દરમિયાન સાંજના 6થી રાત્રિના 2 વાગ્યા સુધી 108ને 473 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે. પ્રથમ નોરતે 73, બીજા નોરતે 92, ત્રીજા નોરતે 69 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા છે. ચોથા નોરતે 109, પાંચમા નોરતે 102, છઠ્ઠા નોરતે 76 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. સાતમા નોરતે 70 અને આઠમા નોરતે 82 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. નવરાત્રિ દરમિયાન 108ને રાજ્ય ભરમાંથી રોજ સરેરાશ 84 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.