- પાટણના ખોખરવાડામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત
- 41 વર્ષીય રાજુ પ્રજાપતિને આવ્યો હાર્ટ એટેક
- અચાનક છાતીમાં દુખાવો ઉપડતા યુવકનું મોત
ગુજરાત રાજયમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધારો ચિંતાજનક છે. જેમાં આજે પાટણના ખોખરવાડામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 41 વર્ષીય રાજુ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો છે. તેમાં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા યુવકનું મોત થયુ છે.
રાજુભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા
પાટણમાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ડ એટેકથી મોત થયુ છે. પાટણના ખોખરવાડા વિસ્તારમાં આવેલ રામની શેરીમાં રહેતા રાજુભાઈ પ્રજાપતિનું મોત થયુ છે. 41 વર્ષના રાજુભાઈ પ્રજાપતિ નિત્ય કર્મ મુજબ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા મોત થયું છે. અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મોત નીપજ્યું છે. રાજુભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. અચાનક તેમના મોતથી પરિવાર સહિત સમાજમાં શોક ફેલાયો છે.
ગઇકાલે રાજકોટમાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ
ગઇકાલે રાજકોટમાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. તેમાં 33 વર્ષના રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત થયું હતુ. શહેરના ગીતગુજરી સોસાયટીમાં રહેતો યુવાન મોતને ભેટ્યો હતો. રાત્રે 3.20 કલાકે બેભાન હાલતમાં રાજકુમાર ગંગાધર આહુજાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટર દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત થઇ રહ્યા છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બે દિવસ પહેલા મહેસાણાના સાર્વજનિક હાઇસ્કૂલમાં યાજાયેલા ગરબા રમતી વખતે 23 વર્ષની એક શિક્ષિકાને હાર્ટ એટેક આવતા સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું હતુ.
ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો ત્યારે પહેલા છાતીમાં દુખાવો થયો હતો. પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ. ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતુ. હાર્ટ એટેકને લઈ હાલ નવરાત્રીમાં વચ્ચે ચિંતા વધતા ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ છે.