તહેવારોના દિવસો નજીકમાં છે. જન્માષ્ટમી અને શ્રાવણ માસને વધાવવા બહેનો આ પર્વમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. હજુ અમુક બહેનો આપણી પરંપરાગત વાનગીઓ બનાવે છે છતાં ઘણા ઘરોમાં આધુનિક તાનો રંગ લાગ્યો છે ત્યારે આપણી જૂની પારંપરિક વાનગીઓ વિશે બહેનો જાણે અને બનાવે તે માટે એન્જોય ક્લબ અને કૃતિકા નૈસર્ગિક દેશી ગોળના સહયોગથી તા.8 ઓગસ્ટ ના રોજ બપોરે 2:30 કલાકે,એરપોર્ટ ફાટક પાસે, બાલકુંજ હોબી સેન્ટર ખાતે એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કૃતિકા ગોળમાંથી વાનગી બનાવવાની રહેશે.
આ વાનગી સ્પર્ધાનું બે વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈસીંગ વગર હેલ્ધી કેક અથવા કોઈ પણ ટ્રેડિશનલ વાનગી બનાવી શકાશે અને બીજી કેટેગરીમાં મકાઈમાંથી વાનગી બનાવવાની રહેશે.વાનગી સ્પર્ધા માં ભાગ લેનાર દરેકે વાનગી ઘરેથી બનાવીને લાવવાની રહેશે.વાનગીને સજાવવા માટે ત્યાં સમય ફાળવવામાં આવશે.ભાગ લેનાર દરેકને સ્યોર ગિફ્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં હાઉઝી ગેમ પણ રમાડવામાં આવશે અને સાથે બહેનો માટે ગરમ નાસ્તાનું પણ સુંદર આયોજન છે.કોઈ એક કેટેગરી અથવા બંને કેટેગરીમાં ભાગ લઈ શકાશે.
આ સ્પર્ધા બાબત એન્જોય ગ્રુપના દિવ્યાબેન સાયાણીએ જણાવ્યું હતું કે આજે આપણી અમુક વાનગીઓ ભુલાતી જાય છે અને સ્વાસ્થ્યને નુકસાનકારક વાનગીઓનો ઉપયોગ વધતો જાય છે ત્યારે બહેનોને હેલ્ધી વાનગીઓથી અવગત કરાવવા માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ગોળનો ઉપયોગ પણ ઓછો થતો જાય છે જેથી આ વાનગી સ્પર્ધામાં બનાવેલ વાનગી કૃતિકા ગોળ માંથી જ બનાવવાની રહેશે. વાનગી સ્પર્ધામાં ભાગ ન લેતી બહેનો કાર્યક્રમમાં હાઉઝીનો આનંદ મેળવી શકશે.
આ વાનગી સ્પર્ધા બાબત કૃતિકા ગોળ ના મીનલબેન મહેતાએ જણાવ્યું હતું કે આ એક અનોખી સ્પર્ધા છે જેમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગોળમાંથી વાનગી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.રસોઈ બનાવવામાં બહેનો ખૂબ જ માહેર હોય છે ત્યારે આ વાનગી સ્પર્ધામાં પણ બહેનો એક થી એક ચડિયાતી વાનગી બનાવશે.
વાનગી સ્પર્ધામાં ભાગ લેવા અથવા તો કાર્યક્રમની માહિતી મેળવવા માટે 9913676394 અને 9374104008 નંબર પર સંપર્ક કરી શકાશે.